દિવાળીના તહેવારની સીઝનમાં એસટી તંત્ર દોડાવશે 2500થી વધુ એકસ્ટ્રા બસ, કાલથી એડવાન્સ બુકિંગ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-20 22:42:25

તહેવારોની સીઝન નજીક છે ત્યારે એસટી તંત્રએ પણ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારમાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે, તે માટે સુરત એસટી વિભાગ દ્વારા 2500 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સંચાલન બસનું એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે.સુરત એસટી વિભાગ દ્વારા લોકોને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે તે માટે વાર-તહેવાર પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. એવામાં આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. આથી મુસાફરોને એસટી બસની સુવિધાનો લાભ મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે 2500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન 7 થી 11 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે.


નિગમની વેબ સાઈટ પરથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ


ઉલ્લેખનિય છે કે હાલ સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સીટકો અને મેટ્રો રેલનું કામ ચાલતું હોય ત્યાં જગ્યા ઉપલબ્ધ નહી હોવાથી સમગ્ર સંચાલનના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે.આ એક્સ્ટ્રા બસોના સંચાલનનું એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરુ કરવામાં આવશે. ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવશે. આ ઉપરાંત નિગમની વેબ સાઈટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.એસટી નિયામક પી,વી ગુર્જરે જાણાવ્યું હતું કે એક્સ્ટ્રા બસોનું ત્રણ પ્રકારે મુસાફરો લાભ લઈ શકશે, જેમાં કરંટ બુકિંગ એટલે કે મુસાફર ત્યાં આવશે અને જે એક્સ્ટ્રા બસ હશે તેના થકી તે મુસાફરી કરી શકશે, બીજું ઓનલાઈન બુકિંગ છે જેમાં લોકો અમારી વેબ પોર્ટલ પરથી અથવા અમારા કાઉન્ટર ઉપરથી બુકિંગ કરાવવાનું રહેશે, અને ત્રીજુ છે ગ્રુપ બુકિંગ કે જેમાં જો 50 મુસાફરો હશે તો તેઓને રહેણાક વિસ્તાર સુધી બસ જશે અને ત્યાંથી વતન સુધી બસમાં મુસાફરી કરી શકશે,




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?