ચૂંટણી નજીક આવતા પોતાની માગણીઓ સરકાર સુધી
પહોચાડવા આંદોલનકારીઓ મેદાનમાં ઉતર્યા છે. આરોગ્યકર્મી, પૂર્વ સૈનિકો, ખેડૂતો તેમજ
આંગણવાળી બહેનો બાદ એસ.ટી કર્મચારીઓ પોતાની માગણી સાથે મેદાનમાં ઉતરી શકે છે. પોતાની
20 પડતર મુદ્દાઓને લઈ એસ.ટી નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બર મધરાતથી માસ સીએલ પર
ઉતરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં
રાજ્યમાં એક બાદ એક આંદોલનના સૂર સંભળાઈ રહ્યા છે. અનેક લોકો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય કર્મી, ખેડૂત બાદ એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કર્મચારીઓ એસ.ટી બસ સેવા બંધ કરી આંદોલન કરવાના મૂડમાં છે.મળતી માહિતી મૂજબ પોતાની 20 પડતર માગણી સાથે 22 સપ્ટેમ્બરથી કર્મચારીઓ આંદોલન કરતા નજરે પડી શકે છે. જ્યાં સુધી પોતાની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહી ષકે છે. જેને કારણે એસ.ટી બસના પૈડા થમી શકે છે.
શું છે એસ.ટી કર્મચારીઓની માગણી
પોતાની 20 માગણી સાથે એસ.ટી કર્મચારી હડતાળ
કરવાની છે જેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે, ભાડા ભથ્થામાં ત્વરિત વધારો કરવાની માગ, વર્ગ 4 ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી બોનસ નથી મળ્યું
તે આપવામાં આવે, સહિતની અનેક માગ સાથે આંદોલન કરી શકે છે.
સરકારની ચિંતામાં સતત વધારો
પોતાની મતબેંકને જાળવી રાખવા તેમજ આંદોલન શાંત
કરવા સરકાર આ સમયે બધાની પડતર માગણી સાંભળશે તે હેતુથી લોકો આંદોલન કરી રહ્યા છે.
આ સમય રાજનીતિ પણ ગરમાઈ રહી છે. આંદોલનનો લાભ અનેક રાજકીય પાર્ટીઓ ઉઠાવી રહી છે. ત્યારે
વાસ્તવિક્તામાં તેમની માગણી સ્વીકારાશે કે નહીં તે જોવાનું રહેશે.