એસટી બસના ચાલકો બન્યા બેફામ! Bhavnagarમાં એસટી બસ ડ્રાઈવરે આધેડને લીધા અડફેટે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 11:35:47

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે... ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે આજે પણ એક આધેડને એસટી બસે અડફેટે લીધા છે.       


એસટી બસના ટાચર નીચે આવી ગયું હતું યુવકનું માથું!

એસટી બસના ચાલકોને કોઈનો ડર નથી હોતો તેવા કિસ્સાઓ અનેક વખત  સામે આવ્યા છે. બેફામ બનેલા ડ્રાઈવરો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એસટી બસે વાહનચાલકને અડફેટે લીધા હતા. સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. 


આધેડ ઉભા હતા અને બસે મારી ટક્કર!

તો બીજી ઘટના આજે ભાવનગરમાં બની છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે આધેડને અડફેટે લીધા. અકસ્માત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 



બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

મહત્વનું છે કે એસટી બસના ચાલકો અનેક વખત નશાની હાલતમાં જોવા મળતા હોય છે. બેફામ રીતે એસટીબસના ડ્રાઈવરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી બસો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેમાં લોકોના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ચાલકો દ્વારા અકસ્માત થતો હોય છે. ત્યારે બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.