રાજ્યમાં દરરોજ હજારો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. દરેક સીટી બસમાં એક સૂત્ર લખ્યું હોય છે. "સલામત સવારી એસટી અમારી" ત્યારે આ સુત્રને બેઈજ્જતી કરતી એક ઘટના ધ્રોલમાં સામે આવી છે. જેમાં એસ ટી બસનો પાછળ કાચ તૂટ્યો અને બે વિદ્યાર્થીઓ નીચે ખાબક્યા હતા. ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાં આ અકસ્માત સર્જાયો હતો.
જામનગર રૂટની ST બસમાં સર્જાયો અકસ્માત, કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા@jamnagar #stbas #Students #jamnagarcity #jamawat #jamawatupdate pic.twitter.com/Q1zTTtFAuy
— Jamawat (@Jamawat3) April 20, 2023
બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા
જામનગર રૂટની ST બસમાં સર્જાયો અકસ્માત, કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા@jamnagar #stbas #Students #jamnagarcity #jamawat #jamawatupdate pic.twitter.com/Q1zTTtFAuy
— Jamawat (@Jamawat3) April 20, 2023સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. બસના 125 લોકો સવાર હતા ત્યારે બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબકતા બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. વિધાર્થીઓને સારવાર અર્થે જી જીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ
બંને વિદ્યાર્થી પિગળ દુષ્યંતસિંહ પ્રતાપ સિંહ (ઉ.વ 20) અને જાડેજા હરદિપસિહ પબુભા (ઉ.વ 18) જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખાબક્યા હતા ત્યારે બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થતા હાલ જામનગરની ગુરુ ગોવિદ સિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધ્રોલ જોડિયા જામનગર રૂટની માત્ર એક બસ આવતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારના જોડીયા, કુનાડ, હડિયાણા, રામપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એપ-ડાઉન કરે છે