કાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, એક્ઝામ સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ-વાલીઓ ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-03-13 16:44:27

સમગ્ર રાજ્યમાં આવતી કાલ મંગળવારે એટલે કે 14 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. શિક્ષણ બોર્ડે પણ આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સંપુર્ણ તૈયારીઓ પુરી કરી છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, આ તમામ સ્ટ્રોંગ રૂમ CCTV કેમેરાથી સુસજ્જ છે. તે જ પ્રકારે ત્યાં 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


વિદ્યાર્થીઓ સીટ નંબર જોવા ઉમટ્યા 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા કેન્દ્રો પર ઉમટ્યા હતા. એક દિવસ અગાઉ  પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા અને બેઠક ક્રમાંક જોયો હતો. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તે માટે પરીક્ષાના એક દિવસ પહેલા જ વાલીઓ અને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લે તે હિતાવહ માનવામાં આવે છે.


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


આવતી કાલથી SSC અને HSCની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. આ વર્ષે ધો. 10‌માં 9.56 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો, જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.


ઇલેકટ્રોનિક ગેઝેટ પર પ્રતિબંધ


પેપર લીકની ઘટનાઓ બાદ તમામ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કુલોમાં ઇલેકટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી તમામ સ્કુલોને સજ્જ કરી દેવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર પોતાની હોલ ટીકીટ ભુલી જાય તો પણ તેવા વિદ્યાર્થીઓની સ્કુલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મંગાવીને પરીક્ષામાં બેસવા દેવામા આવશે.  


157 કેદીઓ પણ આપશે પરીક્ષા 


વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 59 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમાં 37 જેટલા કેદીઓ ધોરણ 10ની જ્યારે 22 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. જેને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ પર એક્ઝામ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તે જ પ્રકારે માત્ર અમદાવાદ જ નહિ રાજ્યના વડોરા, સુરત અને રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવે છે. વડોદરામાં ધોરણ 10માં 13 અને ધોરણ 12માં 6 કેદીઓ, રાજકોટમાં ધોરણ 10માં 30 અને ધોરણ 12માં 11 કેદીઓ આ ઉપરાંત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધોરણ 10માં 21 અને ધોરણ 12માં 17 કેદીઓ એમ કુલ મળી 101 કેદીઓ ધોરણ 10 અને 56 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?