વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આત્મહત્યા કરી લેવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એસઆરપી જવાન તરીકે છેલ્લા ઘણા સમયથી તે ફરજ નિભાવતા હતા. આ મામલે જણાવ્યું હતું કે એસઆરપી જવાન ઘણા સમયથી બીમાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યા છે. એસઆરપી જવાનના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોતાની સર્વિસ ગનથી જવાને ભર્યું આ પગલું
આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની નાની બાબતોને મન પર ધ્યાન રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે, ડ્યુટી પર પ્રેશર હોવાને કારણે પણ અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે વડોદરામાં એક એસઆરપી જવાને પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે. પોતાની સર્વિસ જનથી તેમણે આત્મહત્યા કરી લીધી છે.
ગંભીર બિમારીને કારણે ટૂંકાવ્યું છે જીવન
મળતી માહિતી અનુસાર જે એસઆરપી જવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. એસઆરપી જવાન તરીકે તે વડોદરાના લાલબાગ ખાતે ફરજ નિભાવતા હતા અને તેમણે પોતાના સર્વિસ ગનથી આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આ પગલાને કારણે પરિવારમાં તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે ફતેપુરા ગામના પ્રવીણાભાઈના ત્રણ સંતાનો છે. છેલ્લા 28 વર્ષથી તેઓ એસઆરપીમાં ફરજ નિભાવી રહ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ગંભીર બિમારીનો શિકાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.