ટ્વિટરના નવા CEO બની શકે છે શ્રીરામ કૃષ્ણન, એલન મસ્કે નવી ટીમમાં કર્યા સામેલ


  • Published By :
  • Published Date : 2022-10-31 19:38:42


પરાગ અગ્રવાલ પછી કોણ બનશે ટ્વિટરના નવા CEO? આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. દરમિયાન જે સંકેતો મળી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય મૂળની વ્યક્તિ પરાગનું સ્થાન લેશે. ટ્વિટરની માલિકી પ્રાપ્ત કર્યા પછી, મસ્કએ ઉતાવળમાં ઘણા ટોચના અધિકારીઓને દૂર કર્યા. આ પછી તેણે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને હંગામીપણે તેમની સાથે જોડ્યા છે. કૃષ્ણન 16Zમાં જનરલ પાર્ટનર છે. ક્રિષ્નને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.


ક્રિષ્નનનો ઉછેર ચેન્નાઈમાં નિમ્ન મધ્યમ વર્ગ પરિવારમાં થયો


શ્રીરામ કૃષ્ણન ભારતના ચેન્નાઈમાં ઉછર્યા અને ભણ્યા છે. અહીં તેમનો જન્મ એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કૃષ્ણનના પિતા વીમા કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી. શ્રી રામની તેમની પત્ની આરતી સાથેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. 2002માં બંનેની મુલાકાત યાહૂ મેસેન્જર પર થઈ હતી. ત્યારથી, બંને કુલ 20 વર્ષ સુધી સાથે છે. 2005 માં, તેઓ અમેરિકાના સિએટલ ચાલ્યા ગયા હત અને માઇક્રોસોફ્ટમાં નોકરી શરૂ કરી. તે સમયે શ્રીરામ કૃષ્ણનની ઉંમર 20 વર્ષની હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?