શ્રીલંકાના બેટ્સમેનની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ, દુસ્કર્મનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-06 09:01:46

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી.

T20 World Cup - Sri Lanka batter Danushka Gunathilaka charged for alleged  sexual assault, arrested in Sydney

શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલાકાની ગેરવર્તણૂકના આરોપમાં સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ગુનાથિલાકાને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમે વિશ્વ કપમાં તેની છેલ્લી મેચ શનિવારે (5 નવેમ્બર) ઈંગ્લેન્ડ સામે રમી હતી. શ્રીલંકન ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર સિડની પોલીસે ગુનાથિલકાની ધરપકડ કરી છે. બાકીના ખેલાડીઓ તેમના વિના શ્રીલંકા જવા રવાના થઈ ગયા છે.


ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ગુનાથિલાકા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, અશિન બંદરાના સ્થાને સત્તાવાર રીતે ટીમમાં આવ્યા હોવા છતાં તે ટીમ સાથે જોડાયેલો રહ્યો. ગુણાથિલાકાને હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.ડાબોડી બેટ્સમેને શ્રીલંકા માટે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં નામીબિયા સામે 2022 T20 વર્લ્ડ કપ મેચનો સમાવેશ થાય છે. આ મેચમાં લંકાની ટીમનો પરાજય થયો હતો.

Granted a lucky break, Gunathilaka proves himself

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી. જો કે ત્યારબાદ પોલીસે ગુણાથિલાકાની સંડોવણીને ફગાવી દીધી હતી. પોલીસે તેમને જવા દીધા હતા, પરંતુ તેમના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?