મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે અને તેની ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી Spotify દ્વારા ભારતીય યુઝર્સને ઘણી મફત સેવાઓ ઓફર કરવામાં આવી હતી, જેમાં, ખાસ ઓર્ડરથી લઈને રિપીટ કરવા, ટ્રેકને પોઝ કરવાનો ઓપ્સન આપવામાં આવતો હતો. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2023 સુધીમાં કંપની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મ્યુઝિક પ્લેટફોર્મ બની ગયું છે. તેનો બજાર હિસ્સો લગભગ 26 ટકા છે.
મફત સેવા બંધ કરવામાં આવશે
હવે Spotify દ્વારા ભારતીય યુઝર્સ માટે આ ફ્રી સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય યુઝર્સે Spotifyની પ્રીમિયમ સર્વિસ લેવી પડશે. જો તમે અત્યાર સુધી ફ્રી Spotify સેવાનો ઉપયોગ કરતા હતા, તો તમને ગીતને પોઝ કરવાનો વિકલ્પ મળશે નહીં. ઉપરાંત તમે પહેલાનાં ગીતો એક્સેસ કરી શકશો નહીં.
આ છે સબ્સ્ક્રિપ્શન પ્લાન
Spotify પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ભારતમાં દરરોજ 7 રૂપિયાથી શરૂ થાય છે. તે એડ ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, વધુમાં વધુ 30 ગીતો ડાઉનલોડ કરી શકાય છે. Spotifyનું માસિક સબ્સ્ક્રિપ્શન 119 રૂપિયા છે. આમાં 5 ડિવાઇસમાં વધુમાં વધુ 10,000 ગીતો ડાઉનલોડ કરી શકાય છે.