અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે વિદ્યાર્થીનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:26:06

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ
વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને એકલા મળવા માટે બોલાવી હતી, ફોટા પણ મંગાવ્યા હતા
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી તપાસ હાથ ધરી

loyola school sports teacher arrested

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા હતા. જે બાદ વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. ત્યારે હવે પોલીસને આરોપી ટીચરને આ ગંદી હરકત બદલ ઝડપી પાડ્યો છે.


અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. સ્કૂલના જ સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણે ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યો હતો અને મળવા માટે બોલાવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી આ સ્પોર્ટ્સ ટિચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચર રવિરાજ ચૌહાણની નીચ હરકત સામે આવી હતી. સ્પોર્ટ્સ ટિચરે ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. સાથે જ તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. આ સિવાય કેટલીક અસભ્ય વાતચીતો પણ કરી હતી. ટિચરનો આવો મેસેજ મળતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. તેઓએ તરત આ વાતની જાણ પ્રિન્સિપલને કરી હતી. ત્યારે પ્રન્સિપાલે તપાસની ખાતરી આપી હતી.


સ્પોર્ટ્સ ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યો

એ સમયે સ્કૂલના ફાધર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જેથી સ્કૂલ દ્વારા એ દિશામા તપાસ કરવામાં આવશે. શિક્ષકને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. જો કે, સ્કૂલનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી આગળ કાર્યવાહી થઈ શકી નહોતી. બીજી તરફ, એવું પણ જાણવા મળ્યું છે કે, જે ટિચર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તેઓ ભૂતકાળમાં પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ ટિચર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને પછી ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.


પોલીસે સ્પોર્ટ્સ ટીચરની કરી ધરપકડ

જો કે, ટીચર દ્વારા જ વિદ્યાર્થિનીઓને મેસેજ કરવાની વાત સ્કૂલમાં ફેલાઈ ગઈ હતી. જેથી સ્કૂલનો આ મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો હતો. એ પછી આરોપી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આરોપી ટીચર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ હતી. સાથે જ આરોપી ટીચરે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી પણ કરી હતી. એ પછી તે ફરાર થઈ ગયો હતો. ત્યારે આખરે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?