સ્પાઈડર મેન બન્યા તબલાવાદક! એવા તબલા વગાડ્યા કે વીડિયો થઈ ગયો વાયરલ! સાંભળો તેમનું તબલાવાદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-07 09:07:51

તબલા વાદનનો શોખ અનેક લોકોને હોય છે. સંગીતમાં એક એવો જાદુ હોય છે જે તમારા મૂડને અને તમને રિફ્રેશ કરી દે છે. આપણે અનેક તબલા ઉસ્તાદને તબલા વાદન કરતા જોયા હશે પરંતુ જો તમને પૂછવામાં આવે કે તમે સ્પાઈડરમેનને તબલા વાદન કરતા જોયા અને સાંભળ્યા છે તો તમારો જવાબ હશે ના. અમે માત્ર સ્પાઈડરને મૂવીમાં એક્શન કરતા જોયા છે. 

એવું તબલાવાદન કે ઉસ્તાદો સાથે થઈ રહી છે સરખામણી  

ત્યારે સોશિયલ મીડિયા પર એક એવા તબલાવાદકનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ તમે ઝાકિર હુસેન, અલ્લારખા ખાન જેવા તબલા વાદકોની સાથે તેમની તુલના કરશો કે વાહ ઉસ્તાદ ક્યા બાત હેં. અમે ટોમ હોલેન્ડ, એન્ડ્રુ ગારફિલ્ડ અથવા ટોબે મેગુયર વિશે વાત કરી રહ્યાં નથી. કોઈપણ રીતે, તેઓ સ્પાઈડરમેન પર એકાધિકાર ધરાવતા નથી. તે એક પાત્ર છે. જેણે કાળા પટ્ટાઓવાળા લાલ માસ્ક સાથે ઊંડા વાદળી, લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો, તે 'સ્પાઈડર મેન' બની ગયો હતો. 


સ્પાઈડર મેનનો ડ્રેસ પહેરી કર્યું તબલાવાદન

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો એવા હોય છે જે આપણું દિલ જીતી લેતા હોય છે. લોકોમાં રહેલા ટાઈલેન્ટને જ્યારે સોશિયલ મીડિયાનો સાથ મળી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય તેવી રીતે સોશિયલ મીડિયા તેમના માટે આશીર્વાદરૂપી સાબિત થતું હોય છે. સોશિયલ મીડિયા પર અનેક વખત આપણે લોકોને ડાન્સ કરતા, પેન્ટિંગ કરતા અથવા તો ગાતા જોયા હશે. પરંતુ શું તમે સ્પાઈડરમેનને તબલા વગાડતા જોયા છે?  આપણામાંથી મોટાભાગના એવા લોકો હશે જેણે સ્પાઈડર મેનને માત્ર ફિલ્મમાં જોયા હશે. કોઈ વખત સ્પાઈડર મેનને ભારતીય ધૂન પર ડાન્સ કર્યો હશે, પરંતુ તબલા વગાડતા તો નહીં જોયા હોય. જો નથી જોયા તો સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈલો.


સોશિયલ મીડિયા પર લોકોને પસંદ આવ્યો કિરન પાલનો વીડિયો 

કિરન પાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તબલા વગાડી રહ્યા છે. આંગળી એટલી સરસ રીતે ફરે  અને જે તબલાનો અવાજ આવે છે તે સાંભળીને  તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. કિરન પાલને સંગીતનો શોખ છે ત્યારે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે તબલા વાદન કરી રહ્યા છે. તબલા વાદન દરમિયાન કલાકારો મુખ્યત્વે ઝભ્ભો પહેરતા હોય છે પરંતુ કિરન પાલે સ્પાઈડર મેનનો કોસ્યુમ પહેરી તબલા વાદન કરી રહ્યા છે. તેમનું તબલા વાદન સાંભળી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. સોશિયલ મીડિયા પર  તેમના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ તેને લાઈક કરી છે અને અનેક લોકોએ તેને શેર પણ કર્યો છે અને કમેન્ટ પણ કરી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?