ગુજરાતમાં પ્રેમ લગ્ન સુધારા મામલે સરકાર કાયદામાં સુધારો લાવે નહિ તો કરીશું આદોલન તેવું નિવેદન SPG અધ્યક્ષ લાલજી પટેલે આપ્યુ છે
પ્રેમ લગ્નને લઇ અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા હોવાના આક્ષેપ SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કર્યા છે જો કે આ મુદ્દે તેમને સરકારમાં પત્ર લખી રજૂઆત કરી છે ત્યારે આવનાર ૧૦ તારીખે સુરત ખાતે સર્વ સમાજની એક મીટીંગ બોલાવમાં જઈ રહ્યા છે અને હિંદુ લગ્ન કાયદામાંમાં સુધારો લાવે અને પ્રેમ લગ્ન નોધણી સમય માતા અથવા પિતાની સહી ફરીજીયાત અથવા તો લગ્ન નોધણી તેનાજ ગામમાં કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરવામાં આવશે જો કે સરકાર આ મુદ્દે કોઈ સુધારો નહિ કરે તો આવનાર સમયમાં દરેક ગામમાં આ મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવશે
રાજ્માં મોટા પ્રમાણમાં લગ્ન નોંધણીમાં ગેરરીતિ થઈ હોવાનો સરદાર પટેલ સેવા દળ ના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ખુલાસો કર્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા લાંબા સમયથી લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર કરવા લડત ચલાવાઈ રહી છે.આ માટે સુરત ખાતે આગામી 10 ઓક્ટોબર ના રોજ સર્વે સમાજના પ્રતિનિધિઓની બેઠક બોલવાઈ છે.લાલજી પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન નોંધણી દરમિયાન નિયમ નો ભંગ થતો હોવાનો ખુલાસો કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા જાહેર કરેલી વિગત અનુસાર રાજ્યમાં 4130 લગ્ન બોગસ થયા છે.જેના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.સમોનાના બનાસકાંઠા ખાતે 159 બોગસ લગ્ન થયા છે.તો બાલુન્દ્રા બનાસકાંઠા ખાતે 70 બોગસ લગ્ન થયા હોવાનો લાલજી પટેલે આક્ષેપ કર્યો છે.વડીયા અમરેલી ખાતે 1639 બોગસ લગ્ન થયા હોવાની વિગત જાહેર કરાઈ છે.લસુન્દ્રા ખેડા ખાતે 460 બોગસ લગ્ન થયા છે.તો રેલ,વલ્લી,ખાખસર,જિનજ આણંદ ખાતે 1802 બોગસ લગ્ન થયા હોવાનું લાલજી પટેલે નિવેદન આપ્યું છે.આ લગ્નમાં લગ્ન વિધિ જ નથી થઈ છતાં નોંધણી થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.તો કેટલાક કિસ્સામાં એકના એક સાક્ષી અનેક લગ્નમાં જોવા મળ્યા છે