સરકાર સામે SPGએ ફરી માથું ઉચક્યું, પાટીદાર આંદોલનની આપી ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:54:33

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ રહ્યા છે. ત્યારે વિવિધ સરકારી સંગઠનોની સાથે-સાથે જ્ઞાતી સંગઠનોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ઘણા લાબા સમયથી સુષુપ્ત રહેલું  SPG હવે ફરી સક્રિય થયું છે. SPG સમાજના પ્રશ્નોને લઈ સંગઠનો મેદાને ઉતર્યું છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની 2 પડતર માંગણીઓ સાથે સરકાર મોરચો માંડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. SPG એ પોતાની માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. 


SPGની માંગણી શું છે?



SPG અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની 2 પડતર માંગણીઓ સાથે સરકાર મોરચો માંડવાનો નિર્ણય લેવાયો છે. પાટીદાર સમાજના પ્રશ્નો મામલે લાલજી પટેલે કહ્યું કે, અમારા બે જ મુદ્દા છે. પાટીદાર આંદોલન દરમિયાન યુવાનો પર જે કેસ થયા હતા તે પરત લેવામાં આવે. 14 યુવાનો શહિદ થાય તેમના પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવાની માંગ છે. 


આંદોલન જ આખરી હથિયાર


SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આચારસંહિતા લાગે તે પહેલા અમારા સમાજના મુદ્દાઓ ક્લિયર કરવામાં નહીં આવે તો અમારા 52 સભ્યોની ટીમ નક્કી કરશે કે આવનારા સમયમાં અમારી શું રણનીતિ હશે. ગુજરાતમાં 7 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલી ગયા અને 2 પ્રદેશ પ્રમુખ બદલી ગયા અને બધાએ એક જ વાત કરી કે વહેલી તકે નિર્ણય આવશે. તેમણે સવાલ કર્યો કે બે મુદ્દા ક્લિયર કરવામાં 7 વર્ષ કેમ થયા. સરકાર અમને વારંવાર લોલીપોપ જ આપે છે. મોટા ગજાના લોકો સરકારને મળે ત્યારે કહે કે થોડા દિવસમાં મુદ્દાઓ પતિ જશે તો 7 વર્ષ થોડા લાગે. લાગે છે કે ગુજરાત  સરકારથી કશું થવાનું નથી. હવે વડાપ્રધાન સિવાય કોઈ વિકલ્પ નથી. અમે વડાપ્રધાનનો પણ સમય માંગ્યો છે. આવનાર સમયમાં વડાપ્રધાનને મળી અને રજૂઆત કરવાના છીએ. જો ત્યાં પણ નિકાલ નહીં આવે તો અમારા પાસે આંદોલન ઓપ્શન છે. અને તેના સિવાય કોઈ છૂટકો નથી.


હાર્દિક પટેલ વાતો કરવામાં માહેર, પરિણામ લાવવામાં પાંગળો


SPG નેતા લાલજી પટેલે સમાજ સાથે દગો કરનારા નેતાઓનો પણ ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે જેટલા પણ આંદોલનકારીઓ ભાજપમાં કે અન્ય પાર્ટીમાં જોડાયા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલું જ કહે છે કે સમાજની વાત માટે જ હું પાર્ટીમાં જોડાયો છું. હું સમાજને વફાદાર છું. થોડા જ દિવસોમાં હું આ મુદ્દાનો ઉકેલ લાવી આપીશ. હાર્દિકે પણ આવી જ રીતે વાયદો આપ્યો હતો અને તે પણ ખોટો પડ્યો છે. આજે તેણે સમાજનો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે અને આગામી સમયમાં આવી રીતે કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં જશે તો લેખિતમાં માગીશું બાકી અમે બધા હવે હાર્દિકનો પણ વિરોધ કરીશું. ભાજપમાં જોડાયાનાં 2 મહીના છતા સમાજનાં પ્રશ્નો ઉકેલવામાં હાર્દિક નિષ્ફળ રહ્યો છે. તે માત્ર વાતો કરવામાં માહેર, પરિણામ લાવવામાં પાંગળો સાબિત થયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?