અટકળોનો આવ્યો અંત! સી.જે.ચાવડાએ કોંગ્રેસને કર્યું અલવિદા, સમર્થકો સાથે વિજાપુર ખાતે કર્યા કેસરીયા


  • Published By :
  • Published Date : 2024-02-12 20:23:54

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનું ઓપરેશન લોટસ પણ રફ્તાર પકડી રહ્યું છે. આપ અને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને ભાજપમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે આજે કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આજે વિજાપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેમણે કેસરીયા કર્યા હતા. ઉલ્લેખનિય છે કે સી. જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું.આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો પણ અંત આવ્યો છે. 


સમર્થકો સાથે જોડાયા ભાજપમાં


વિજાપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે સી જે ચાવડાને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. તેમની સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો સાથે તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આજના આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.


કોંગ્રેસ પર કર્યા પ્રહાર


ભાજપમાં જોડાયા બાદ સી જે ચાવડાએ કોંગ્રેસ સાથે તેમણે શા માટે છેડો ફાડ્યો તે અંગે જણાવ્યું હતું કે, "આજથી હું કોંગ્રેસમાં નથી રહ્યો, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યો છું. કોઈ પદની લાલચ આપવામાં આવી નથી. મારી કેપિબલિટી જોવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જોઈએ એ દિશા બતાવવા લિડરશીપ જેવું કોઈ રહ્યું નથી. સર્જીકલ સ્ટ્રાઈક, રામ મંદિર, કોરોના વેકસીનની વાત હોય આવામાં નેગેટીવિટી ના હોય. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. મેં આ જિલ્લામાં કામ કર્યું છે. કોને શું જોઈએ એ હું માહિતગાર છું, અને મારે જે કામ કરવાનું થશે. જ્યાં ચૂંટણી લડવાની થશે. એના માટે હું તૈયાર છું." 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?