Narendra Modi Stadium તેમજ હોટલ બહાર દર્શકોનો જમાવડો, ક્રિકેટરોની એક ઝલક જોવા લોકો ઉભા રહે છે કલાકો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 18:05:00

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ભલે કાલે યોજાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ ક્રિકેટની તૈયારીઓ કરી રહી છે. બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. મેચ શરૂ થાય તે પહેલા આજે અડાલજની વાવ ખેલાડીઓ પહોંચ્યા હતા. ક્રિકેટ ફેન્સમાં પણ મેચને લઈ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને જોવાનો તો ક્રેઝ દર્શકોમાં છે પરંતુ ક્રિકેટરનોને જોવાનો પણ ઉત્સાહ છે. ક્રિકેટ સ્ટેડિયમમાં તો ભીડ દેખાઈ રહી છે, પરંતુ ક્રિકેટરો જે હોટલમાં રોકાયા છે તે હોટલની બહાર પણ દર્શકોનું ટોળું તેમને જોવા માટે ઉમટ્યું છે.

મેચને પગલે હોટેલના ભાવમાં થયો વધારો

અમદાવાદના એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત રીતે ખેલાડીઓની આગતા-સ્વાગતા કરવામાં આવી. ભારતીય ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. ક્રિકેટ જોવાનો ક્રેઝ તો લોકોમાં હોય છે પરંતુ તેનાથી વધારે ક્રેઝ ક્રિકેટરને જોવાનો હોય છે. અમદાવાદમાં ક્રિકેટને કારણે હોટેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હોટલના રૂમની કિંમત એકાએક વધી ગઈ. રિક્ષાના ભાડામાં પણ વધારો થયો છે. ટિકિટના ભાવની તો વાત જ ન પૂછાય. બ્લેકમાં બહુ મોંઘા ભાવે ટિકિટો વેચાઈ રહી છે તેવા સમાચાર અનેક વખત સામે આવ્યા છે. અમારી ટીમ જ્યારે સ્ટેડિયમમાં સ્ટોરી કવર કરવા ગઈ ત્યારે ત્યાં ઉભેલા લોકો ટિકિટ માટે ગમે તેટલા રુપિયા આપવા તૈયાર હતા. એક વ્યક્તિએ કીધું કે 50 હજારથી વધારે પણ ચૂકવવા તૈયાર છે. 



ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે લોકો જોવે છે કલાકો રાહ!   

ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ ભલે ગમે તેટલા કલાક કેમ ન ઉભું રહેવું પડે પરંતુ તે લોકો એક ઝલક માટે તરસી રહ્યા છે. ક્રિકેટરો જ્યાં રોકાયા છે ત્યાં પણ ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. ક્રિકેટરોને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહાર ગામથી, બીજા દેશોથી મેચને જોવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે તમે પણ કમેન્ટમાં જણાવો આ વર્લ્ડ કપ ફાઈનલની મેચ કોણ જીતશે?




આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..