રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે પશુ માલિકની જાણકારી પોલીસને સરળતાથી મળી રહે તે માટે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા થોડા સમયમાં આવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેમાં પ્લાસ્ટિક ટેગના આધારે ગાયોનું ટ્રેકીંગ કરવામાં આવશે.
પશુ માલિકની સરળતાથી મળી શકશે જાણકારી
રખડતા પશુને કારણે અનેક વખત મુસીબતનો સામનો સામાન્ય માણસને કરવો પડે છે. રસ્તા પરથી રખડતા ઢોરને હટાવવા જ્યારે પોલીસ નિકળે છે ત્યારે ગાયના માલિક કોણ છે તે જાણવામાં ઘણી મુશ્કેલી પડે છે. પશુઓના માલિક વિશે માહિતી મેળવવા પોલીસે પાલિકા પાસે સંપર્કમાં રહેવું પડતું હતું જેને લઈ રખડતા ઢોરનો પ્રશ્નનો ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હવે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ આવી જવાથી માલિકની માહિતી સરળતાથી મેળવી શકાશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેગના આધારે પશુ માલિકનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ સરનામું મળી રહેશે. રખડતાં પશુના કાનમાં લાગેલા પ્લાસ્ટિક ટેગ નંબરને આધારે પશુમાલિકની તમામ વિગતો મળી શકશે.
રસ્તા પર ચાલતા
લોકોને પણ અનેક વખત રખડતા પશુઓથી નુકસાન પહોંચતું હોય છે. વાહન ચાલકોને પણ આને કારણે
મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા રખડતા પશુઓની સમસ્યાનો અંત આવશે કે નહીં તે
જોવું રહ્યું.