ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને લઈને મોટા સમાચાર આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. બંને પાર્ટીઓ આજે સાંજ સુધીમાં સીટ શેયરિંગની જાહેરાત કરી શકે છે. આ બાબતને અખિલેશ યાદવે પણ કંમ્ફર્મ કરી છે, તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. અંત ભલા તો સબ ભલા. તેમણે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રયાસ રહેશે કે લોકોને સાથે જોડવામાં આવે. સમય આવતા તેમને જવાબદારી સોંપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં સીટોની વહેંચણી અંગેની જાહેરાત થઈ શકે છે.
સપાએ કરી છે 17 લોકસભા સીટોની ઓફર
રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 17 લોકસભા સીટોની ઓફર કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 સીટો પર ઉમેદવારો ઉતારવા માંગે છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે.
કોંગ્રેસે સપા માંગી આ 20 સીટ
કોંગ્રેસ દ્વારા UPની 20 લોકસભા સીટોની યાદી સપાને આપવામાં આવી હતી. સપાએ અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ સીટો ઓફર કરી હતી. પરંતુ, પશ્ચિમ યુપીની 3 બેઠકો પર પેચ ફસાયા છે. આ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ રહ્યો હતો.