એક તરફ વિશ્વના અનેક દેશો છે જ્યાં પોપ્યુલેશન કેવી રીતે નિયંત્રણમાં લાવવું તે અંગે વિચારણા થઈ રહી છે. વધતી વસતી અનેક પડકારોને લઈને આવે છે. જનસંખ્યા કેવી રીતે વધતી રોકવી તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે હંમેશા આવા સમાચારો વાંચતા હોઈએ છીએ, પરંતુ આજે વાત એક એવા દેશની કરવી છે જ્યાં સરકાર જ યુવાન-યુવતીઓ ડેટ કરવા માટે ક્રાર્યક્રમ ગોઠવે છે. જે દેશની અમે વાત કરી રહ્યા છીએ તે દેશ છે સાઉથ કોરિયા. આ એવો દેશ છે જ્યાં વસતી ઓછી હોવાને કારણે સરકારની ચિંતા વધી છે. લોકો લગ્ન કરી વસતી વધારે તે માટે સરકારે બ્લાઈન્ડ ડેટનું આયોજન કર્યું.
દક્ષિણ કોરિયા એક એવો દેશ જ્યાં ઓછી વસતી ચિંતાનું કારણ છે
આજની જનરેશન એવી છે જે લગ્નથી દૂર ભાગી રહી છે. યુવાનોને લગ્ન કરવા નથી. યુવાનોને લગ્ન જફા જેવી લાગે છે. લગ્ન ન થવાને કારણે દેશની વસતી વધતી નથી. અનેક દેશો એવા છે જ્યાં વસતી વધારો મુશ્કેલી સર્જતી હોય છે, વસતીને નિયંત્રણમાં રાખવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ કોરિયા એક એવો દેશ જે ઓછી વસતી તે દેશની ચિંતાનું કારણ છે. લોકો લગ્ન કરવા પ્રેરાય તે માટે અનેક શહેરોની સરકાર દ્વારા મેચમેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ફર્ટિલિટી રેટ સૌથી ઓછો નોંધાયો હતો.
લગ્ન પ્રત્યે યુવાનો પ્રોત્સાહિત થાય તે માટે કરાયું બ્લાઈન્ડ ડેટનું આયોજન
યુવાનો લગ્ન પ્રત્યે આકર્ષાય તે માટે એક ડેટનું આયોજન કરવામાં આવ્યું. હોટલની રૂમમાં ગુલાબી ફૂગ્ગા લગાવવામાં આવ્યા હતા, રોમાન્ટિક ગીતો વાગતા હતા અને સિંગલ યુવાન યુવતીએ એક બીજાને મળી રહ્યા હતા. "દક્ષિણ કોરિયન સમાજમાં લગ્ન પ્રત્યે નકારાત્મક વલણ સતત ફેલાઈ રહ્યું છે," સિઓલની બાજુમાં આવેલા શહેર સિઓંગનામના મેયર શિન સાંગ-જિને જણાવ્યું હતું. આ એ જગ્યાના મેયર છે જ્યં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે જે લોકો તેમના જીવનસાથી શોધવા માટે લગ્ન કરવા માગે છે તેમના માટે શરતો બનાવવાની સ્થાનિક સરકારોની ભૂમિકા છે." આ વખતે યોજાયેલી બ્લાઈન્ડ ડેટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, આ ઈવેન્ટમાં ભાગ લેવા 1000 જેટલા યુવાન-યુવતીઓ ઉત્સુક હતા. પરંતુ આ મહિનામાં માત્ર 100 યુવાન યુવતીઓને ચાન્સ મળ્યો હતો.