ભારતને તેનો મિત્ર દેશ દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં 100 ચિત્તા આપશે. તેની શરૂઆત ફેબ્રુઆરીમાં 12 ચિત્તા મોકલવાથી થશે. આ તમામ ચિત્તા કોનૂ નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આ તમામ ચિત્તા ભારતને આપવા માટે દક્ષિણ આફ્રિકાએ એક સમજુતી કરી છે. ભારતમાંથી ચિત્તા લગભગ 70 વર્ષ પહેલા જ લુપ્ત થઈ ગયા હતા.
દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે શું કહ્યું?
દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 12 ચિત્તાનો જથ્થો ભારત લાવવામાં આવશે. આ તમામ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાની સાથે જ રહેશે. પહેલાના 8 ચિત્તાને ફેબ્રુઆરીમાં ખુલ્લા જંગલમાં જ છોડી દેવામાં આવશે. 8 ચિત્તામાં 3 નર અને 5 માદા છે. પાર્ક ઓથોરિટી ચિત્તા ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારના નિરિક્ષણમાં મોટા ચિત્તાને ખુલ્લામાં છોડવાની સાથે પર્યટકો માટે પાર્ક તૈયારીના છેલ્લા તબક્કામાં છે. એક ચિત્તો હાલ બીમાર છે.
નામીબિયાએ આપ્યા હતા 8 ચિત્તા
અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે જ નામીબિયા પાસેથી ભારતને 8 ચિત્તા મળ્યા હતા. સપ્ટેમ્બર 2022માં નામીબિયા પાસેથી 8 ચિત્તા મળ્યા હતા. તે ચિત્તાને ભારતના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાને એક ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. પહેલી વખત જંગલી ચિત્તાને એક ટાપુથી બીજા દ્વિપ મોકલવામાં આવ્યા.