BCCIમાં સૌરવ ગાંગુલી અને જય શાહ પદ રહેશે યથાવત, બંધારણ સુધારાને સુપ્રીમની મંજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 19:17:28

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે.  બુધવારે સુપ્રીમ કોર્ટે BCCIના સંવિધાનમાં સંશોધન સાથે સંકળાયેલી અરજી પર મોટો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધુ 3 વર્ષ સુધી યથાવત રાખવાનો ચુકાદો સંભળાવ્યો છે.એટલે કે હવે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ  તેમના હોદ્દા પર રહી શકશે.


ગાંગુલી અને જય શાહના કાર્યકાળ અંગે  BCCIએ અરજી કરી હતી


કાર્યકાળ અંગે BCCIએ કોર્ટમાં અરજી કરી હતી કે તેમના અધિકારીઓએ સતત 2 કાર્યકાળ સુધી કાર્યરત રહેવું હોય તો એની અનુમતિ આપી દેવી જોઈએ. આ કાર્યકાળ સ્ટેટ એસોસિએશન સાથે સંકળાયેલો પણ હોઈ શકે છે. તેવામાં હવે આ અપિલને સુપ્રિમ કોર્ટે સ્વીકારી લીધી છે. હવે જો કોઈ અધિકારી BCCIમાં એક પદ પર સતત 2 કાર્યકાળ પૂરા કરે છે, ત્યારે એને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ રાખવાનો હોય છે. જ્યારે સ્ટેટ એસોસિએશનમાં આ કૂલિંગ પીરિયડ 2 વર્ષનો હોય છે.



કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી-સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે BCCIના એક કાર્યકાળ પછી કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી. પરંતુ બે કાર્યકાળ પછી આવું કરવું પડશે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટપણે સામે આવ્યું છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પોતાના પદ પર કાયમ રહેશે.


ગાંગુલી અને જય શાહ 2025 સુધી પોતાના પદ પર રહેશે


સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના દિવસે BCCI અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જ્યારે જય શાહ 24 ઓક્ટોબર 2019ના દિવસે BCCIના સેક્રેટરી બન્યા હતા. તેવામાં બંનેનો કાર્યકાળ આગામી મહિના એટલે કે ઓક્ટોબર 2022માં પૂરો થવા જઈ રહ્યો હતો. આ કારણ હતું કે BCCI દ્વારા સુપ્રિમ કોર્ટમાં આ કેસમાં દાખલ અરજી પર સુનાવણી કરવા અપિલ કરવામાં આવી હતી. સુપ્રીમના ચૂકાદા બાદ ગાંગુલી અને જય શાહ હવે 2025 સુધી પોતાના પદ પર કાર્યરત રહી શકશે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો માત્ર બોર્ડ અધ્યક્ષ અને બોર્ડ સચિવ માટે જ નથી પરંતુ BCCI અને સ્ટેટ એસોસિએશનના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને લાગુ પડશે.



કૂલિંગ પીરિયડ શું છે?


BCCIના બંધારણમાં 2018માં લાગૂ કરાયેલા નિયમ પ્રમાણે અધિકારીઓને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ ફરજિયાત પાળવો પડે છે. BCCIની અરજી પ્રમાણે હવે આ સમયગાળો 2 ટર્મ સુધીનો કરાયો છે. એટલે કે 6 વર્ષ સુધી કાર્ય કર્યા પછી કોઈ પણ અધિકારી આપમેળે ચૂંટણી રેસમાંથી બહાર થઈ જાય છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.