દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. કોરોના કેસને લઈ તંત્ર સતર્ક થઈ છે. કેન્દ્ર સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડ્યા છે. અનેક દેશોએ નિયંત્રણો લગાવી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા અમદાવાદની તમામ શાળાઓમાં ફરજિયાત માસ્ક અને કોરોનાની એસઓપીનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન્સનું પાલન અમદાવાદની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં થશે.
પ્રાથમિક શાળાઓમાં થશે SOPનું પાલન
કોરોના કેસને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. વધતા કોરોના કેસને લઈ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શાળામાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી દેવામાં આવી છે. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવો પડશે. બાળકો ટોળ ન વળે તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવે છે.
નહીં થાય મોટા કાર્યક્રમનું આયોજન
ઉપરાંત કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવા પર જોર આપવામાં આવ્યું છે. બેન્ચ પર માત્ર 2 વિદ્યાર્થીઓને જ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓ દ્વારાકોઈ પણ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સૂચના આપી દેવામાં આવી છે.