ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પગપાળા જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા કર્ણાટક ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે.
કર્ણાટકથી સોનિયા ગાંધી જોડાયા યાત્રામાં
7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી આ ભારત યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. પોતાની યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમણે લોકો સાથે સંવાદ કર્યો છે. ઉપરાંત અનેક મંદિરોમાં પણ તેમણે દર્શન કર્યા છે. હાલ આ યાત્રા કેરળ થઈ કર્ણાટક પહોંચી છે. કર્ણાટકથી આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. ખરાબ તબિયત હોવાને કારણે જાહેરમાં આવવાનું ટાળે છે. ત્યારે કર્ણાટકથી થોડા સમય માટે પગપાળા ચાલવાના છે.
हर चेहरे पर ऐसी मुस्कान लाने के लिए भारत जोड़ो यात्रा जारी है...
— Congress (@INCIndia) October 6, 2022
कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी ने आज श्री @RahulGandhi और पदयात्रियों के साथ कदम मिलाकर भारत जोड़ने के सफ़र को आसान कर दिया#BharatJodoWithSoniaGandhi pic.twitter.com/gYNJta0L14
કર્ણાટકમાં યોજાવાની છે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી
કર્ણાટકથી સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાતા, તેની સાથે જોડાયેલા અનેક રાજકીય સંકેતો રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે આવતા વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યાત્રાનો આ પહેલો રૂટ છે જ્યાં ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થવાની છે. જ્યારે જ્યારે પણ કોંગ્રેસ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતે કોંગ્રેસને સંકટમાંથી ઉગાર્યું છે.
પ્રિયંકા ગાંધી પણ થઈ શકે છે યાત્રામાં સામેલ
સોનિયા ગાંધી આશરે 15 મિનીટ ચાલ્યા હતા. જે બાદ તેમણે વિશ્રામ લીધો હતો. કોરોનાથી તેઓ થોડા સમય પહેલા જ સ્વસ્થ થયા હતા. પોતાના ખરાબ સ્વાસ્થયને કારણે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી. ત્યારે કર્ણાટકથી તેઓ યાત્રામાં સામેલ થયા છે જેને રાજનીતિ સાથે સીધુ સીધુ જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી પણ થોડા દિવસોમાં આ યાત્રામાં સામેલ થઈ શકે છે.