સોનિયા ગાંધી બની શકે છે રાજ્યસભા સાંસદ, કોંગ્રેસના આ નેતાઓનું નામ પણ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-02-13 17:31:14

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


સોનિયા ગાંધી પહેલી વખતે જશે રાજ્યસભામાં

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે તો તેમના સંસદીય કાર્યકાળમાં પહેલી વખત હશે કે તે ઉપલા ગૃહ (રાજ્ય સભા)માં જશે. સોનિયા ગાંધી વર્ષ 1999થી લોકસભાના સાંસદ રહ્યા છે. કોંગ્રેસે 15 રાજ્યોની 56 સીટ માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે, અને 27 ફેબ્રુઆરીએ પરિણાણ જાહેર થશે. 


આ નેતાઓને પણ મળશે તક

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના ખજાનચી અજય માકનને રાજ્યસભામાં જવાની તક મળી શકે છે. અજય માકનની સાથે રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનને પણ ફરીથી ઉમેદવાર બનાવી શકાય છે. 



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..