લદ્દાખના જાણીતા શિક્ષણકાર, સમાજ સુધારક અને જેમના જીવન પર ફિલ્મ થ્રી ઈડિયટ બની હતી તે સોનમ વાંગચુક લદ્દાખમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાંચ દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે વડાપ્રધાન મોદીને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે.
A TEST RUN SUCCESSFUL !
All's well at minus 20°C.
Inching closer to my #ClimateFast at #Khardungla 18,000 ft minus 40 °C starting 26th January...
This test was on my rooftop at #HIAL Phyang at 11,500 ft#SaveLadakh@ClimateReality@UNFCCC @UNDP_India #ilivesimply @narendramodi pic.twitter.com/apv0NDrZAg
— Sonam Wangchuk (@Wangchuk66) January 23, 2023
સોનમ વાંગચુકે ઉપવાસનું હથિયાર ઉગામ્યું
A TEST RUN SUCCESSFUL !
All's well at minus 20°C.
Inching closer to my #ClimateFast at #Khardungla 18,000 ft minus 40 °C starting 26th January...
This test was on my rooftop at #HIAL Phyang at 11,500 ft#SaveLadakh@ClimateReality@UNFCCC @UNDP_India #ilivesimply @narendramodi pic.twitter.com/apv0NDrZAg
સોનમ વાંગચુકે એક વીડિયો જાહેર કરી -40 ડિગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરવાની પણ ઘોષણા કરી હતી. લદ્દાખની પર્યાવરણ સહિતની વિવિધ સમસ્ચાઓના મુદ્દે PMનું ધ્યાન આકર્ષવા માટે તેમણે ઉપવાસનું આ હથિયાર ઉગામ્યું છે. સોનમે આ ઉપવાસને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદ્દાખના લોકોના જીવન પર અસર કરશે. તે ઉપરાંત વીડિયો તેમણે લદ્દાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની સહિતની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરી હતી.
ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે- સોનમ વાંગચુક
સોનમ વાંગચુકે વીડિયોના માધ્યમથી સરકારને વિનંતી કરતા કહ્યું કે, લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે. તેમણે પોતાના અંગે કહ્યું કે જો -40 ડિગ્રી ટેમ્પરેચરમાં હું જીવતો રહીશ તો લોકોને મળીશ. તે ઉપરાંત તેમણે કહ્યું કે કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.