હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેને સાંભળીસંબંધો પરથી ભરોસો ઉઠી જતો હોય છે. ત્યારે આજે એવા જ એક કિસ્સાની વાત કરવી છે જ્યાં પુત્રએ પોતાના પિતા પર ફાયરિંગ કરાવ્યું છે. વાત છે ભરૂચના મુક્તમપુરા વિસ્તારની. આ વિસ્તારમાં ગનીભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. દરરોજ સવારે વહેલા ઉઠીને દરગાહમાં સેવા આપવા જવાનો તેમનો નિત્યક્રમ હતો. પરંતુ એક દિવસ જ્યારે ગનીભાઇ દરગાહ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક વિચિત્ર અનુભવ થયો..
અજાણ્યા વ્યક્તિઓએ કર્યું હતું ફાયરિંગ!
દરગાહ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક દરગાહની પાછળના ભાગે આવેલા ઝાંડીઝાંખરામાંથી બંદૂકમાંથી ગોળીઓ છૂટતી હોય તેવો અવાજ સંભળાયો. ગોળીનો અવાજ સાંભળતા ગનીભાઇ અને દરગાહમાંથી અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રામઇશ્વરભાઇ પડ્યા હતા.. ભરૂચ હાઇવે પર કૂંડા અને માટલાનો વ્યવસાય કરતા રામઇશ્વરભાઇ પર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો.. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.
પુત્રએ પોલીસને આપી આ જાણકારી!
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. અને તે દરમિયાન ઇજાગ્રસ્ત રામ ઇશ્વરભાઇના પુત્ર લલનને બોલાવ્યો.. લલનએ પોલીસને જણાવ્યું કે તેઓ મૂળબિહારના છે. તપાસ દરમિયાન લલને પોલીસને જણાવ્યું કે તેમના વતનમાં પિતાને એક શખ્સ સાથે પૈસાની તકરાર હતી. માટલાના વેપારીની હત્યા થઈ હતી. જૂની અદાવત હતી જેનો ખાર રાખીને પિતા પર ફાયરિંગ થયું છે.
તપાસ દરમિયાન શંકાનો સોયો પુત્ર પર ગયો!
પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ તે દરમિયાન અનેક વસ્તુ પોલીસને જાણવા મળી હતી. આ વાત ભરૂચના પોલીસ અધીક્ષક લીના પાટીલને ગળે ન ઉતરી અને આ મામલે ગંભીર તપાસ શરૂ કરી હતી. તેમને થયું કે એક મામૂલી માટલાના વેપારીની હત્યા માટે કોઈ વ્યક્તિ સોપારી આપીને બિહારથી ભરૂચ હત્યારાઓ મોકલે? તેમણે ઘટનાની થોડી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી... આખો ઘટનાક્રમ વારંવાર વિચારી જોયો..પુરાવાની તપાસ કરી.. અને તેમને ધીમેધીમે પ્રતીતિ થઇ કે ઇજાગ્રસ્ત પિતાનો આ દીકરો જે વ્યક્તિ તરફ શંકાની સોય ધરી રહ્યો હતો તેની આ મામલામાં કોઈ સંડોવણી જ ન હતી...
પુત્રએ પોલીસને જણાવ્યું....
રામઇશ્વરભાઈના પુત્ર લલને પોલીસને જણાવ્યું કે વર્ષ 2019માં તેમના પિતાએ બિહારના શિવહરમાં પરિચિત વ્યક્તિ અંસહુલ હક્ક પાસેથી એક પ્લૉટ ખરીદ્યો હતો. આ પ્લૉટની ખરીદી બાદ તેના દસ્તાવેજ કરવા બાબતે અને પૈસાની રકઝકના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે અંસહુલે તેમના પિતાના માથામાં ધારિયું માર્યું હતું. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે નોંધાવેલા કેસમાં અંસહુલ જેલમાં પણ ગયા હતા. થોડા સમમય બાદ તેઓ જામીન પર છૂટ્યા હતા અને તે પછી અનેકવાર રામઇશ્વરભાઇને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..
કેસ ઉકેલવા બિહાર પોલીસનો કરાયો સંપર્ક!
ભરૂપ પોલીસે બિહાર પોલીસને સંપર્ક કરી સમગ્ર ઘટનાને જાણવાનો પ્રયાસ કર્યો.. લલન પાસેથી બિહારના જે લોકો પર તેને શંકા હતી તેના નંબર મેળવ્યા અને લોકેશન ટ્રેસ કરતી વખતે તે લોકો બિહારમાં જ હોવાની વિગતો મળી.. બીજી તરફ લોકલ ક્રાઇમની ટીમ બનાવી લલનની પણ પૂછપરછ હાથ ધરી..આસપાસમાં રહેતા અન્ય પરપ્રાંતિયો, સીસીટીવી તપાસ્યા.. ભરૂચ રેલવે સ્ટેશન પાસેની હોટલોમાં તપાસ કરતા બિહારથી 3 લોકો અહીની એક હોટલમાં રોકાયા હોવાની વિગતો મેળવી.
પિતા-પુત્રના સંબંધો કેવા હતા તે અંગે પોલીસે કરી તપાસ
એક મહત્વનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે આ ત્રણેય લોકોએ લલન સાથે મુલાકાત કરી હોવાના સીસીટીવી મળ્યા..પોલીસને હજુ શંકા હતી કે લલન અને બિહારના તે વ્યક્તિ જેની સાથે રામઇશ્વરને વિવાદ હતો તે બંનેએ કાવતરું રચ્યું હોય એમ બની શકે.. બિહાર પોલીસે વધુ એક મહત્વની માહિતી આપી કે રામઇશ્વરભાઇ પર થયેલા હુમલા બાદ તેમની સારવારનો તમામ ખર્ચ લલને ઉપાડ્યો અને તે માટે તેણે કેટલાક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા.. તો આખરે આ પિતા-પુત્રનો સંબંધ કયા પ્રકારનો હતો ?
પિતા પર હુમલા કરાવવા પુત્રએ બિહારથી લોકો બોલાવ્યા!
ભરૂચ પોલીસે બિહારની પોલીસની ટીમ સાથે મળી હોટલમાં રોકાયેલા શખ્સોને ઝડપી પાડ્યા અને તેમની કડક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે આ ત્રણેય શખ્સો લલનના જ મિત્રો છે.. અને લલને જ સોપારી આપીને તેમને બિહારથી તેડાવ્યા, હોટલ રોકાણની વ્યવસ્થા કરી અને પૈસાની લાલચ આપીને પોતાના સગા પિતાને મોતને ઘાટ ઉતારવાનો આ આખો કારસો રચ્યો.. પરંતુ લલને શા માટે આવું કર્યું ? એવો કેવા પ્રકારનો અણબનાવ કે મનદુખ કે જેનાથી તે પોતાના જ પિતાની હત્યા કરવા માટે પ્રેરાયો...લલને પોલીસ સામે કબૂલાત કરી કે 2019માં પિતા પર હુમલા બાદ તેણે પિતાની સારવાર માટે જે લોકો પાસેથી પૈસા લીધા હતા તેના પર વ્યાજ ચઢતું જતું હતું..
જમીન અને પૈસા માટે પુત્રએ પિતાને મારવાનો કર્યો પ્રયાસ!
તેના પિતા બિહારમાં તેમના ભાઈઓને પૈસા મોકલતા હતા પણ લલનને પૈસા આપતા નહોતા... બિહારમાં તેમની વારસાગત જમીન હતી..જેમાં લલનને પુત્ર તરીકેનો ભાગ જોઇતો હતો.. જે આપવા માટે રામઇશ્વર રાજી ન હતા.. જમીન અને પૈસાની લાલચમાં... લલન એટલો અંધ થઇ ગયો..કે સગા પિતા પર ગોળીબાર કરાવતા પણ તેને ખચકાટ ન થયો... જે પિતા થકી તે આ દુનિયામાં આવ્યો તે જ પિતાને દુનિયામાંથી નામશેષ કરવાનું તેણે કાવતરું ઘડ્યું.. સમાજમાં આંખ ઉઘાડનારો, સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દેનારો આ કિસ્સો છે..