પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શનમાં આવેલ અને નારાયણાવલી સ્ટેશન પર નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક હોવાને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો
24 સપ્ટેમ્બરની ટ્રેન સંખ્યા 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.
26 સપ્ટેમ્બરની ટ્રેન સંખ્યા 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને દોડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.