ક્યાંક ગરમીની આગાહી તો ક્યાંક કમોસમી વરસાદની કરાઈ છે આગાહી! જાણો ક્યાં માટે કમોસમી વરસાદ માટે સંભાવના કરાઈ છે વ્યક્ત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 09:46:12

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે. ત્યારે અનેક જગ્યાઓ એવી છે જ્યાં માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યના અનેક ભાગો માટે 26 અને 27એ માવઠાની આગાહી કરવામાં આવી છે. 



કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી! 

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે 27 તારીખે અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!  

26 અને 27 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો અનેક વિસ્તારો માટે ગરમીની આગાહી કરી છે. આકરી ગરમી વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. અરવલ્લીમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત બોટાદ, ભરૂચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું હાલ લાગી રહ્યું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...