રાજસ્થાનમાં કઈક નવા જૂની થવાના એંધાણ
રાજસ્થાનની રાજનીતિ ગરમાઈ છે અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપે તેવી વાતો સામે આવી છે. અને હવે નવા મુખ્યમંત્રીના નામમાં સચિન પાયલટનું નામ સામે આવી રહ્યું છે. સચિન પાયલટ દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા છે. જો કે સીએમ પદ માટે કોંગ્રેસ નેતા સીપી જોશીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
રાજસ્થાનમાં બની શકે છે 2 ડેપ્યુટી સીએમ
આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 26 કે 28 સપ્ટેમ્બરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.
ગાંધી પરિવારમાંથી નહીં બને કોંગ્રેસ અધ્યક્ષ
ગાંધી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે તેમના
પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. આજે જયપુરમાં મુખ્યમંત્રી
અશોક ગહલોતના નિવાસસ્થાને યોજાશે કોંગ્રેસ વિધેયક દળની બેઠક
આજે અશોક ગહલોત મુખ્યમંત્રી પદથી આપી શકે છે રાજીનામું !!!!!!!
અશોક ગહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી માટે ઉમેદવાર બન્યા પેહલા પોતાના પદથી રાજીનામું આપી શકે છે. AICC ના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે રવિવારે સાંજે સાત વાગ્યે જયપુરમાં યોજાનારી રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.