ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. નદીઓમાં નવા નીર, ડુંગરો પરથી ધોધ વરસતા હોય તેવા દ્રશ્યો આહ્લાદાયક હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિના ખોળે જવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જામવાળા પાસે એક ધોધ આવેલો છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે ધોધ આવેલો જેને નિહાળવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ધોધની ઉંચાઈ 1214 ફૂટ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જીવને ઠંડક પહોંચાડે તેવા છે. વરસાદમાં અનેક ધોધના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈ તમે પણ થઈ જશો પ્રફૂલ્લિત.