વિશ્વમાં ભારતનો ડંકો, ચંદ્રની સપાટી પર Chandrayaan-3નું સોફ્ટ લેન્ડિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-23 19:12:27

જ્યારથી ચંદ્રયાન-3 અભિયાનની શરૂઆત થઈ હતી ત્યારથી સૌથી વધારે ઉત્સાહ ભારતીઓમાં જોવા મળ્યો હતો. ભારતનું મિશન ચંદ્રયાન-3 સફળ થયું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે અને ભારતે વિશ્વમાં ઈતિહાસ રચ્યો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવા વાળો સર્વપ્રથમ દેશ ભારત બન્યો છે. ભારતે સોફ્ટ લેન્ડિંગ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કર્યું છે. ચંદ્રની સપાટી પર લેન્ડ કરનાર દેશમાં ભારતે પોતાનું સ્થાન બનાવી દીધું છે. ચંદ્રના કોઈપણ ભાગમાં પોતાના યાનને ઉતારનાર દેશમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે. ભારત આ ક્રમમાં ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, સોવિયત યુનિયન, ચીન બાદ ભારતે પોતાનું સ્થાન બનાવ્યું છે. ચંદ્રયાન-3એ આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કર્યું છે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે.    

આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે - પીએમ મોદી 

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થતાં જ દરેક ભારતીઓની આંખમાં એક અલગ ચમક દેખાઈ હતી. જે ક્ષણે લેન્ડ થવાનું હતું ત્યારે બધાના ધબક્કારા વધી ગયા હતા. વિશ્વની નજર ભારત પર હતી. ત્યારે ભારતે ઈતિહાસમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. પીએમ મોદી હાલ વિદેશના પ્રવાસે છે. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે પીએમ મોદી વચ્યુઅલી જોડાયા હતા. સોફ્ટ લેન્ડિંગ થયા બાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.


 ઈસરો આવનાર સમયમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરશે

વધુમાં તેમણે કહ્યું કે ચંદ્ર સાથે જોડાયેલી કહેવતો બદલાઈ જશે. નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ. આપણે કહેતા કે ચંદામામા બહોત દૂર કે... ચંદામામા બસ એક ટૂર કે... આવનાર સમયમાં ઈસરો સૂર્યને લઈને પણ મિશન શરૂ કરશે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો આદિત્ય એલ વન મિશન લોન્ચ કરશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.