Loksabha Election પહેલા BJP-Congressનાં નેતાઓની સોશિયલ મીડિયા વોર! ' ટનાટન ' પર રાજનીતિ! અંતરાત્મા બાદ નેતાઓની અંદરના કવિ જાગ્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 13:05:42

નેતાના અંદરના અંતરાત્મા જાગતા તો આપણે બધાએ જોયા છે પણ આ ચૂંટણીમાં કંઈક નવું થઇ રહ્યું છે. નેતાઓના અંદરના કવિઓ જાગી રહ્યા છે. ટનાટન સરકારની વાતો ફરી એક વાર ઉઠી છે. પરેશ ધાનાણીએ શરૂઆત કરી તો એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી. પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ દવેએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? 


ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જામ્યું સોશિયલ મીડિયા વોર!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજનીતિ ગરમાશે, પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરશે. પરંતુ થોડા સમયથી એક નવો ટ્રેન્ડ રાજનીતિમાં જોવા મળી રહ્યો છે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓ શાબ્દિક પ્રહાર કરશે, ટિકા ટિપ્પણી કરશે. લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. આ વોરની શરૂઆત કરી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસ ગેલમાં આવી ગયું છે. 

કોણે શું કરી ટ્વિટ? 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી છે... . ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે લોકસભા 2024 હાલ "કમલમ"માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.!ધાનાણીના ટ્વીટ બાદ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેષ દવેએ ધાનાણીને જવાબ આપતા એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે,

કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ "ના" પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન


પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી


રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન "ના "


અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન "ના"


અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન "ના"


આણંદથી ભરત સોલંકીની ટનાટન "ના"


પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન "ના"


અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટન "ના"


અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન "ના"

પરેશ ધાનાણીએ ભાજપ પર નિશાન સાધ્યું તો...

જેના પછી હેમાંગ રાવલ જે  કોંગ્રેસના નેતાએ પણ એક મોટી કવિતા લખી ભાજપના ટનાટન પર! એના પછી બધાને લાગ્યું કે બસ હવે આ વોર ખતમ થશે ત્યાં ધાનાણીએ ફરી ભાજપ પર નિશાન તાક્યું ને બીજી પોસ્ટમાં લખ્યું કે "હા પાડીને, હેઠા બેસાડયા"


ભીખુસીંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા, રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો.!


#2004નુ_પુનરાવર્તન_પાક્કુ



એક તરફ કોંગ્રેસના નેતા કહે છે કે 2004નું પુનરાવર્તન તો ભાજપના નેતા કહે છે અબકી બાર 400 પાર… 


યજ્ઞેશ દવેએ લખ્યું કે... 

હમણાં જ ફરી યજ્ઞેશ દવેએ એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે ના બચ્યા ધારાસભ્ય બાર,

નથી મળી રહ્યા સાંસદ ઉમેદવાર,


મોટા માથાઓ પાડી ગયા રાડ,

ડિપોઝિટ બચશે કેમની યાર,


કેમ કે…

અબકી બાર 400 પાર…



તો હવે આ તો જનતા નક્કી કરશે કે 400 પાર કે 2004 પણ અત્યારે  તો જનતાએ આ કવિતાઓ સાંભળીને મનોરંજન લેવાનું છે કારણકે લાગે છે હજુ એક બે નેતાઓના અંદરના કવિ જાગશે! 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...