ટેલેન્ટ હબ બનતું સોશિયલ મીડિયા! નાના બાળકોના એવા વીડિયો જે જોઈ તમારૂં દિલ ખુશ થઈ જશે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 13:28:08

સોશિયલ મીડિયાના જેટલા ગેરફાયદા છે તેટલા જ તેના ફાયદા પણ છે. અનેક એવા વીડિયો આપણે દિવસભરમાં જોતા હોઈએ છીએ જેને જોઈ આપણે દિલથી ખુશ થઈએ છીએ. લોકોમાં રહેલી ટેલેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા સમક્ષ આવતી હોય છે. ત્યારે એક નાના ટેણિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાળક ગજબની તીરઅંદાજી કરતો દેખાઈ રહ્યો છે. આપણામાંથી એવા અનેક લોકો હશે જે નિશાના પર તિર લગાવવાની વાત તો દૂર રહી પરંતુ તેને સરખી રીતે પકડી પણ નહીં શકીયે. ત્યારે રૂદ્ર નામનો 12-13 વર્ષનો દીકરો હાથથી નહીં પરંતુ પગથી તીરઅંદાજી કરતો દેખાઈ રહ્યો છે.   

જો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે તો.... 

કહેવાય છે કે દરેકમાં હિડન ટેલેન્ટ રહેલો હોય છે. જો તેને સારૂ પ્લેટફોર્મ અને દીશા મળી જાય તો તે કઈ પણ કરી શકે છે, કોઈ પગ મુકામ હાંસલ કરી શકે છે. સોશિયલ મીડિયા આવું જ પ્લેટફોર્મ છે. જો તમે તેનો સારી રીતે, પોઝીટિવ રીતે ઉપયોગ કરો છો તમારી અંદર રહેલી પ્રતિભા દુનિયા સુધી પહોંચે છે. પરંતુ આપણમાંથી અનેક લોકો આનો ઉપયોગ નેગેટિવ ઉપયોગ કરતા હોય છે. જો સારી રીતે આવા પ્લેટફોર્મનો સદ્દુપયોગ કરવામાં આવે તો આવા પ્લેટફોર્મ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. 


રૂદ્ર હાથથી નહીં પગથી લગાવે છે નિશાન 

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક હાથથી નહીં પરંતુ પગથી તીરઅંદાજી કરતો દેખાય છે. લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અનેક લોકોએ બાળકની અંદર રહેલી પ્રતિભાને બિરદાવી છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે રૂદ્ર પહેલા યોગા મેટ પર ઉભો થાય છે. પોતાના પગમાં ધનુષ અને તીરને પકડે છે. પછી યોગા કરતા કરતા પોતાના હાથો પર ઉભો થઈ જાય છે અને પગથી નિશાન સાધે છે. સામે રાખેલા બલુન પર તે નિશાન સાધે છે અને તેનો નિશાન એકદમ એક્ઝેટ લાગે છે. વીડિયો વાયરલ થતાં કોઈએ રૂદ્રને કલિયુગના અર્જુન તરીકે સંબોધ્યો, તો કોઈએ લખ્યું કે આગળ વધો બેટા, નેશનલ લેવલ પર રમો. વગેરે વગેરે...    

શાળામાં ભણતી વિદ્યાર્થીનીનો પણ વીડિયો થયો વાયરલ 

તે સિવાય એક બાળકીનો વીડિયો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માતૃભાષામાં ગીત ગાઈ રહી છે. આ વીડિયો દાહોદની પ્રાથમિક શાળાનો છે. ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનો અવાજ સાંભળી તમારૂં દિલ પણ ખુશ થઈ જશે. મહત્વનું છે કે નાના બાળકોમાં એવી એવી કળાઓ છૂપાયેલી હોય છે જો તેને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે પોતાની કાબિલિયત સાબિત કરી શકે છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...