રાજ્યમાં 1 વાગ્યા સુધી નોંધાયું આટલું મતદાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-05 14:26:05

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે.મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સરેરાશ 34.75 ટકા મતદાન 1 વાગ્યા સુધી થયો હતો. 833 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ મતદારો ઈવીએમમાં કેદ કરવાના છે.

Image

ક્યાં કેટલું થયું મતદાન?

14 જિલ્લામાં જો મતદાનની વાત કરીએ તો અમદાવાદમાં 30.82 ટકા, આણંદમાં 37.06, અરવલ્લીમાં 37.12, બનાસકાંઠામાં 37.48, છોટાઉદેપુરમાં 38.18, દાહોદમાં 34.46, ગાંધીનગરમાં 36.49, ખેડામાં 36.03, મહેસાણામાં 35.35, મહિસાગરમાં 29.72 ટકા, પંચમહાલમાં 37.09, પાટણમાં 37.47, સાબરકાંઠા 39.73, જ્યારે વડોદરામાં 34.07 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન મહિસાગર જિલ્લામાં નોંધાયું છે.     




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...