આપણે અનેક વખત સાંભળ્યું છે કે કફ સિરપને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જલ્દી સારા થઈ જઈએ તે માટે વપરાતી કફ સિરપ ઘાતક સાબિત થઈ રહી છે. કફ સિરપ પિવાના કારણે દુનિયાભરમાં 300 લોકોના મોત થયા છે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ધ્યાનમાં આ વાત આવી તો તેણે તપાસના આદેશ આપ્યા, તપાસમાં મોટો ધડાકો થયો કારણ કે મૂળ જાણવા મળ્યું કે આ ઘાતક કફ સિરફ ભારત અને ઈન્ડોનેશિયામાં બની હતી. ટૂંકમાં ભારત અને ઈન્ડોનેશિયાની દવાના કારણે દુનિયાના 300 લોકોના મોત થઈ ગયા છે જે અતિ ગંભીર છે. આ ઘટના આપણી આરોગ્ય વિભાગ પર આંગળી ચીંધે છે.
ખરાબ દવાઓને કારણે થયા 300 જેટલા લોકોના મોત!
વિશ્વમાં કફ સિરપ, કફની દવાઓ, પેરાસિટામોલ અને વિટામિન્સ જેવી દવાઓથી 300 જેટલા લોકોના મોત થયા છે. આ બનાવો મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ દવા ભારતમાં બની હતી. આ બધી જ દવાઓ હરિયાણા, નોઈડા અને પંજાબની દવા બનાવતી કંપનીમાં બની હતી. ગયા વર્ષે આફ્રિકાના ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં પંદર દવા બાબતે પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તમને ખબર હશે ગાંબિયામાં 88 મોત થઈ ગયા હતા જેને ભારતની દવા સાથે જોડવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના માઈક્રોનેશિયા અને માર્શલ આઈલેન્ડમાં પણ 200 લોકોના મોત થયા હતા. જુનમાં નાઈજિરિયન ડ્રગ કન્ટ્રોલે પણ પેરાસિટામોલ સિરપમાં અજીબ પ્રકારની વસ્તુ જોવા મળી હતી જેથી તેમણે અલર્ટ જાહેર કર્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યા તપાસના આદેશ!
આ મામલે તપાસ કરવામાં આવી હતી, જાણવા એવું મળ્યું કે આ દવા મુંબઈની કંપનીએ બનાવી હતી. આવા મોતના બનાવો સતત બીજા દેશોમાંપણ જોવા મળતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલર્ટ બહાર પાડ્યું અને તપાસ કરી કે આવું થઈ કેમ રહ્યું છે અને કયા દેશની દવાઓથી આવું થાય છે તે જાણવા નોટીસ બહાર પાડી. વિશ્વ આરોગ્ય સંસ્થાની તપાસમાં જાણવા મળ્યું કે આ સિરપમાંથી સાત સિરપ તો ભારતમાં બની છે. જો કે એ વાત અલગ છે કે ભારતની દવાના કારણે મો થયા છે એ સ્થાપિત નથી થયું. ભારતની દવા મામલે અલ્ટિમેટમ અપાયા બાદ આપણી આરોગ્ય સંસ્થા પણ સજાગ થઈ ગઈ કારણ કે આ તો આંતરરાષ્ટ્રીય ફજેતી થાય તેવી વાત કહી. ફજેતી તો દૂર લોકો મરી રહ્યા હતા જે ગંભીર વિષય હતો. તો જે દવાઓ બીજા દેશમાં મોકલવામાં આવે છે તેને જહાજમાં ચઢાવવા પહેલા એકવાર ચેક કરવાનો આદેશ અપાયો.
બાળકો માટે ઘાતક સાબિત થતી કફ સિરપ!
વિગતવાર વાત કરીએ તો ગયા વર્ષે ગામ્બિયામાં 70 બાળકોના ઘાતક કફ સિરપના કારણે મોત થયા હતા, એ પછી ઉઝબેકિસ્તાનમાં ભારતની બે સિરપના કારણે 18 બાળકોને કિડનીની તકલીફ થઈ હતી. અને હવે ઈન્ડોનેશિયામાં 200 બાળકોને કિડની ફેલ થઈ હોવાના કારણે મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બધી દવાઓ ભારતના હરિયાણા, પંજાબ અને નોયડામાં બની છે. આ વિષયની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક મોત પણ બહુ ગંભીર ઘટના હોય છે અને વિશ્વમાં ખરાબ દવાઓના કારણે 300 લોકોના મોત થઈ ગયા છે. આ મામલે એક ચોક્કસ સિસ્ટમ ઉભી કરવી જોશે. જો નહીં થાય તો બોગસ કંપનીઓ આવી દવા બનાવતી રહેશે અને ભારત આવી જ રીતે બદનામ થતું રહેશે,