Heart Attackને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત! જાણો ક્યાંથી આવ્યા બનાવ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 16:54:45

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. 24 કલાકમાં 6 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. કોઈને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવ્યો છે તો કોઈને ખેતરમાં કામ કરતી વખતે આવે છે. પહેલા એવો સમય હતો જ્યારે માનવામાં આવતું હતું મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે પરંતુ કોરોના બાદ તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. 


એક જ દિવસમાં થયા અનેક લોકોના મોત!

આપણે ત્યાં મૃત્યુને અંતિમ સત્ય માનવામાં આવે છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જે આવ્યું છે તેનું જવું પણ નિશ્ચિત છે પરંતુ કોઈ ક્યારે અને કેવી રીતે જશે તેની જાણ કોઈને નથી હોતી. મોત ગમે ત્યારે આવી જાય છે. ત્યારે કોરોના બાદ યુવાનોમાં હૃદય હુમલાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક દિવસોથી આવા સમાચાર સતત આવી રહ્યા છે જેમાં આશાવાદી યુવાનો મોતને ભેટી રહ્યા છે. દિવસ દરમિયાન એકાદ સમાચાર તો આવ્યા હોય જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. અનેકો કિસ્સા આપણી સામે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


દ્વારકામાં બે યુવાનોએ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો જીવ! 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. અનેક ચુવાનો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે ત્યારે આજે વધુ 6 જેટલા લોકો રાજ્યમાં હાર્ટ એટેકના શિકાર બન્યા છે. બે મોત દ્વારકામાં થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે. એક જ દિવસમાં બે ખેડૂતોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે. દ્વારકા જિલ્લાના ઠાકર શેરડી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા તેમના પરિવારજનોને છે. જ્યારે અન્ય એક કિસ્સો ખંભાળિયાના શક્તિનગરમાં બન્યો છે. યુવક ખેતી કામ કરી રહ્યો હતો તે વખતે તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. પરિવારજનના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  


જામનગરથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો!

તે સિવાય અમરેલીમાં રહેતા એક યુવાને પણ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. નવરાત્રી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તે અચાનક બેભાન થઈ ગયો. તે સિવાય હાર્ટ એટેકના સમાચાર જામનગરથી પણ સામે આવ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતો યુવક તાવ તેમજ શરદીની દવા લેવા હોસ્પિટલ જતો હતો.  તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થઈ ગયું.


રિક્ષા ચાલકને અચાનક આવ્યો હાર્ટ એટેક!

તે ઉપરાંત બાબરા-અમરેલી હાઈવે પર રિક્ષા ચલાવી રહેલા ચાલકને અચાનક હૃદય હુમલો ઉપડ્યો અને તેમનું મોત રિક્ષામાં જ થઈ ગયું તેવા સમાચાર સામે આવ્યા છે. તે સિવાય હાર્ટ એટેકના કિસ્સાઓ રાજકોટ, સાબરકાંઠા, મહેસાાણાથી પણ સામે આવ્યા છે.


વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર

મહત્વનું છે કે નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. આજકાલની લાઈફસ્ટાઈલ તેમજ ખાણીપીણીને કારણે, અનિયમિત ઉંઘને કારણે, કસરત ન કરવાને કારણે સહિતના અનેક કારણો હોઈ શકે છે જેને કારણે લોકો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના. તે સિવાય વધારે સ્ટ્રેસ લેવાને કારણે પણ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. બાળકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી રાજકોટ ડીઈઓએ મૌખિકમાં સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ પાસે વધારે શારીરિક શ્રમ ન કરાવો. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ચિંતાનો વિષય બન્યો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?