ઉત્તરાયણ દરમિયાન વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ એટલે કે ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. એક જ દિવસમાં 3 લોકોના મોત પતંગની દોરીને કારણે થયા છે.
ગળા કપાઈ જવાને કારણે થાય છે મોત
મકરસંક્રાંતિનો પર્વ લોકો ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવતા હોય છે. પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પતંગ ચગાવવા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. પરંતુ આ દોરીને કારણે લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે જેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે. અનેક લોકોના મોત પણ થતા હોય છે.
અનેક પરિવારે ખોયા પરિવારના સભ્યો
ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. પતંગની દોરીને કારણે એક જ દિવસમાં ત્રણ પરિવારે પોતાના પરિવારના સભ્યોને ખોયા છે.
ત્રણ લોકોના થયા દોરીને કારણે મોત
વડોદરામાં પતંગની દોરીને કારણે એક યુવકનો જીવ ગયો. ગળામાં દોરી આવી જતા અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. બીજી ઘટનામાં 4 વર્ષીય બાળક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હતો. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બની હતી. ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ તે માસુમ બાળક મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગળામાં દોરી આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ સિવાય પણ અનેક ગંભીર અકસ્માત સર્જાયા છે. 108ની ટીમને પણ હજારોની સંખ્યામાં ઈમરજન્સી ફોન આવ્યા હતા. પક્ષીઓને પણ આને કારણે ઈજાઓ પહોંચી છે અને મોત પણ થયા છે.