વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોનાને કારણે હાલત એકદમ ગંભીર બની છે. વિશ્વના દેશોમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અનેક પ્રતિબંધો લગાવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દેશમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે.
અનેક દેશોએ જાહેર કર્યા છે નવા નિયમો
2019થી કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખાઈ ગયા છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમણનું જોર ઘટ્યું હતું પરંતુ ફરી એક વખત કોરોના કેસે ચિંતા વધારી છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વિદેશથી પોતાને ત્યાં આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના કેસ
ભારતમાં કોરોના ન વધે તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના કેસ વધે તે પહેલા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કોરોના પર સતત નજર રાખી રહ્યા છે. દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત થઈ ગયા છે.