Gujaratમાં Anti Corruptionના આટલા કેસ પેન્ડિંગ! ભષ્ટાચારના વધતા કેસને લઈ વિચારવું પડશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-09 14:22:05

ભ્રષ્ટાચારની વાતો અનેક વખત કરવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓની પણ વાતો કરવામાં આવે છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે એસીબીએ લાંચ લેતા પોલીસકર્મીને, સરકારી અધિકારીને ઝડપી પાડ્યા. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં નજીવી રકમનો તોડ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, નાની માછલીઓ જાળમાં ફસાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. પરંતુ આપણે ક્યારે વિચાર કર્યો છે કે જે લોકો લાંચ આપે છે તે આપણામાંથી જ છે! લાંચ લેનારા તો તરત પકડાઈ જાય છે પરંતુ લાંચ આપનાર નથી પકડાતા. આ એક ગંભીર મુદ્દો છે. જો આપણે જ લાંચ નહીં આપીએ તો તે લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકશે!   

ક્યારેય વિચાર કર્યો છે કે લાંચ આપનાર ક્યારેય નથી પકડાતા!

સામાન્ય રીતે આપણે ત્યાં અનેક લોકો માને છે કે પૈસા આપી દઈશું એટલે કામ થઈ જશે. એવું પણ માનતા હોય છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે! જ્યારે આપણે કોઈ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે એજન્ટ રાખવો પડે છે. આપણા મનમાં એવા વિચારો આવે છે કે જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી આપણું કામ નહીં પતે. લાંચ લેતા અધિકારીઓ, પોલીસકર્મીઓને પકડવા માટે એસીબી પ્લાન તૈયાર કરે છે આ ઓપરેશનમાં અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ પકડાયા છે પરંતુ ક્યારે આપણને વિચાર આવ્યો કે તેમને લાંચ આપનાર નથી પકડાતા! લાંચ લેનાર તો તરત પકડાઈ જાય છે પરંતુ આપનારાઓ ક્યારેય નથી પકડાતા. 

ખાતો નથી પણ ખાવા દઉ છું? સંવેદનશીલ સરકારમાં ભ્રષ્ટાચારનો આધુનિક વિકાસ!  શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગૃહ વિભાગ તો અવ્વલ નંબરે - GSTV

ભ્રષ્ટાચારના આટલા કેસ નોંધાયા પરંતુ કેટલા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!

આપણું કામ કઢાવવા માટે આપણે પૈસા આપી દઈએ છીએ પરંતુ એવું નથી વિચારતા કે આપણે આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. જો કોઈ નૈતિક્તાથી કામ કરે છે તો તેને આપણે મુર્ખ ગણીએ છીએ , તે માણસ પ્રેક્ટિકલ નથી તેવી વાતો કરીએ છીએ. પરંતુ આવું કરવાથી આપણે સમાજમાં રહેલા યુવાનોને એવો બોધપાઠ આપીએ છીએ કે સિસ્ટમ આવી જ રીતે ચાલે છે! 3 વર્ષમાં ભ્રષ્ટાચારના 548 કેસ નોંધાયા, 442 અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા, 53 પાસે આવક કરતાં વધુ સંપત્તિ છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શનના 95 ટકા કેસ પેન્ડિંગ છે, માત્ર 39 ટકા લોકોને જ સજા થઈ છે. 

સમાજના લોકોએ ભ્રષ્ટાચારીઓને માથા પર ચઢાવ્યા!

જો આપણે પણ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવીએ છીએ તો આપણને દેશ પ્રેમ કરવાનો અધિકારિ નથી! સમસ્યા એ છે કે આપણે પ્રશ્ન પૂછવાનું છોડી દીધું છે. કોઈ આપણને કહે છે કે તે સીએમઓ અધિકારી છે તો આપણે માની લઈએ છીએ. જો કોઈ કહે છે કે તે ધારાસભ્યનો પીએ છે તો પણ આપણે માની લઈએ છીએ. ભ્રષ્ટાચારમાં આપણે પણ ક્યાંક ભાગ ભજવી રહ્યા છીએ. તોડબાજોને આપણે માથા પર બેસાડી દીધા છે!   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?