શનિવાર સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી.. એ આગ એટલી ભીષણ હતી કે તેમાં 28 જેટલી જિંદગી ભૂંજાઈ ગઈ.. આ ઘટના બાદ અનેક માહિતી સામે આવી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું વગેરે વગેરે.. આગ લાગવાના કારણો અનેક હોઈ શકે છે.. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના તણખલાથી આ આગ લાગી તેવો વીડિયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોને લઈ એવી વાતો કરવામાં આવી રહી છે કે આ તે સમયનો વીડિયો છે જ્યારે સૌથી પહેલા આગ લાગી...
શનિવાર સાંજે ગેમ ઝોનમાં લાગી હતી ભીષણ આગ
વેકેશનનો સમય હતો અને તેમાં પણ શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા આવ્યા હતા.. લોકોને આકર્ષવા માટે 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી હતી.. આટલા ઓછા પૈસામાં ગેમ ઝોનની મજા મળતી હોય તો મધ્યમ વર્ગીય પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં જવાનો.. પરંતુ ગેમ ઝોનમાં જઈ રહેલા વ્યક્તિને, પરિવારને ખબર નથી કે તે એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થવાનો છે... શનિવાર સાંજે એકાએક ગેમ ઝોનમાં આગ લાગી અને એટલી ઝડપથી તે આગ પ્રસરી કે જોત જોતામાં તો 28 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ.
એસઆઈટીની કરવામાં આવી રચના આ મામલે તપાસ માટે
આ ઘટના બાદ રાજકોટમાં આક્રંદ વ્યાપી ઉઠ્યો હતો.. પરિવારજનોનો કલ્પાંત આપણને હચમચાવી દે તેવો હતો. મૃતદેહોની એવી હાલત થઈ ગઈ હતી તે મૃતદેહોને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે.. આખી ઘટનાને લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે તે તપાસ કરશે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ લાગવાની શરૂઆત અહીંયાથી થઈ હતી...
ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી
વેલ્ડીંગના તણખલાને કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે આગને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ તે આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આગ પર કાબુ ના મેળવી શકાયો. ધીરે ધીરે આગે એટલું ભયંકર રૂપ લઈ લીધું કે 28 જિંદગીને ભરખી ગઈ. મહત્વનું છે કે એવી પણ માહિતી સામે આવી છે કે અનેક લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં હતું જેને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું.. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો થઈ અને આજે સુનાવણી ચાલી રહી છે જેમાં RMCની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી રહી છે..