હજી સુધી ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં આટલા લોકોની થઈ ઓળખ, તપાસમાં આ લોકોના નામ સામે આવ્યા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-04 13:44:23

ગુજરાતમાંથી અનેક એવા કૌભાંડ સામે આવતા હોય છે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતી હોય છે. થોડા સમય પહેલા નકલી કોલલેટર બનાવી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલા મયુર તડવી નામનો વ્યક્તિ આવી રીતે પકડાયો હતો. ત્યારે થોડા દિવસો પહેલા નકલી કોલ લેટર બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિના ઘરમાં દારૂની બોટલો છે જેને લઈ પોલીસે ઘરમાં દરોડા પાડ્યા. પરંતુ ત્યાં નકલી કોલ લેટર બનાવવામાં આવતું હતું. આ કેસમાં વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  


ઘરમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે... 

ગાંધીનગરમાં પોલીસે સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાં દારૂ હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં ઢગલો બંધ ફર્જી કોલ લેટર મળી ગયા મોટી વાત એ હતી કે જ્યાં રેડ પડી હતી તે  રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનો કારકુંન હતો તે દિવસે અમે એ આખી મોડસઓપરેન્ડી સમજાવી હતી કે કઈ રીતે સરકારી કચેરીઓમાં કામ કરતાં વ્યક્તિને ખબર હોય કે કોઈ પણ લેટર કઈ રીતે બનાવે અને કેમ ચોરી કરતાં માણસને ઠગવું હાલ આ કેસમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. મોટી વાત એ છે કે પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના છે. 


તપાસ દરમિયાન પોલીસને મળી અડધી દારૂની બોટલ 

વાત એમ હતી કે સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ-2 અને ક્લાસ-3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળ્યા હતા . 



કોલલેટર પ્રમાણે બદલાતા હતા ભાવ 

પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી 5 લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. હવે વાત કરીએ આરોપીના પિતાની આરોપી ના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. તેમને ખબર જ હોય કે કયા કાગળમાં કઈ રીતે નકલી કોલ લેટર બનાવીને પૈસા કમાઈ શકાય છે.   


મયુર તડવીના કિસ્સાને કરવો પડશે યાદ 

જ્યારે આવા સમાચારો સામે આવતા હોય છે ત્યારે આપણને જુના કિસ્સાઓ યાદ આવતા હોય છે. જૂની આવી બધી ઘટનાઓ યાદ કરવી જ પડે કે કઈ રીતે મયુર તડવી નકલી psiની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને કઈ રીતે અનેક લોકો એવું માને છે કે આ તો અમે પૈસા આપીને નોકરી લીધી છે પણ એમાં એ લોકો ઠગાઇ જાય છે એમના હાથમાં આવે છે નકલી કોલ લેટર.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?