સ્મૃતિ ઈરાનીએ બતાવી રેસિપી, બિલ ગેટ્સે કર્યો વઘાર! શું તમે જોયો વીડિયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-04 19:07:17

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યોક્તિઓમાંના એક બિલ ગેટ્સને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કૂકિંગ શીખવી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખીચડી કેવી રીતે વઘારવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સે બાઉલમાં તેને સર્વ કરી રહ્યા છે. ખીચડી કેવી બની તે પણ બિલ ગેટ્સે ચાખી હતી. વીડિયો શેર કરતા સ્મૃતિએ લખ્યું કે જ્યારે બિલ ગેટ્સે ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.

  

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સને શીખવ્યું ખીચડીનો વઘાર કરતા 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમ પોષણ દ્વારા સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખીચડી કેવી રીતે બનાવી તેની માહિતી સ્મૃતિ ઈરાનીએ આપી હતી. જેમ જેમ સ્મૃતિ ગાઈડ કરતા ગયા તે પદ્ધતિથી બિલ ગેટ્સે ખીચડી બનાવતા ગયા. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો શેર કર્યો છે.

   

આ કાર્યક્રમમાં લીધો હતો બિલ ગ્રેટ્સે ભાગ  

આ વીડિયો ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બીજા અનેક ફોટા મૂક્યા હતા. જેમાં તેમણે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્યહેતુ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહિત કરવાની હતી. સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો.




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..