સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી માટે આપેલા નિવેદનથી મચ્યો ખળભળાટ! એવું તો શું કહ્યું કે લોકો સ્મૃતિ ઈરાનીને જૂની તસવીરો કરાવી રહ્યા છે યાદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-06 13:35:30

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીને મંદિરને લઈ એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાના મંદિર વાળા નિવેદન પર તેમની પ્રતિક્રિયા માગી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા હતા. પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાં નમાજ અદા કરતા દેખાયા હતા તે પણ જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીનું આ ઈન્ટરવ્યું વાયરલ થયા બાદ અનેક યુઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ભાજપના નેતાઓની તસવીરો શેર કરી હતી. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીજેપીના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે.

     


પ્રિયંકા ગાંધીએ નમાજ અદા કરી હતી!

કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. અભદ્ર શબ્દોથી લઈને બજરંગબલીના નામનો ઉપયોગ આ વખતની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈ ટિપ્પણી કરી છે. જેમાં સ્મૃતિ ઈરાની દાવો કરી રહ્યા છે કે 2019માં તેમણે શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ અદા કરતા જોયા હતા. ઈસ્લામ ધર્મમાં માનનારા મૂર્તિપૂજક ન બની શકે, મંદિર ન બનાવી શકે તેવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. 


ભાજપના નેતાઓના ફોટા પણ થઈ રહ્યા છે વાયરલ!

સ્મૃતિ ઈરાનીનો ઈન્ટરવ્યું વાયરલ થતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાની ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. અનેક યુઝર્સ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીની તસવીર છે જેમાં અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. ત્યારે આ મુદ્દે તમારૂ શું કહેવું છે?    




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..