કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈ ટિપ્પણી કરી હતી. અજય રાયે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાની લટકે-ઝટકે દેખાડવા જ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે. અમેઠીને જોઈ તે જતા રહે છે. સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલા અશોભનિય ટિપ્પણીને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ આ વાતનો જવાબ આપતા ટ્વિટ કર્યું છે.
અજય રાયે સ્મૃતિ ઈરાની પર કરી હતી ટિપ્પણી
2017માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની જીત્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડી રહ્યા હતા. પરંતુ તેમની હાર થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીની મુલાકાત માત્ર લટકે-ઝટકે બતાડવા જ આવે છે. સ્મૃતિ ઈરાનીના કાર્યકાળ દરમિયાન અમેઠીની જનતાને કંઈ નથી મળ્યું. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે વારાણસીથી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે અને પીએમ મોદીને પરાસ્ત કરશે.
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી કટાક્ષ કર્યો
આ ટિપ્પીને લઈ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે. ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ પ્રાંતિય નેતા દ્વારા જાહેરાત કરાવડાઈ કે 2024થી રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. તો શું હું પાક્કું સમજુ કે તમે અમેઠીથી ચૂંટણી લડશો? કોઈ બીજી સીટ પર તો નહીં ભાગી જાવને? તેમને ડર નથી લાગતો?