રાહુલ ગાંધીની 'ફ્લાઈંગ કિસ' મુદ્દે સંસદમાં હોબાળો, સ્મૃતિ ઈરાની સહિતના મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:07

દેશની સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને તેમાં સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.  જો કે આ ચર્ચા કરતા બુમબરાડા વધારે છે, શાસક અને વિપક્ષના સાંસદો એકબીજા પર મણિપુર હિંસા પર ચર્ચા કરવાને બદલે અંગત આરોપ લગાવી રહ્યા છે. જેમ કે આજે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ  રાહુલ ગાંધી પર ગંભીર આરોલ લગાવ્યો છે. તેમણે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. સ્મૃતિ ઈરાનીના આરોપ બાદ સંસદમાં હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ આ 'ફ્લાઈંગ કિસ'નો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?


રાહુલ ગાંધી પર આ ફ્લાઈંગ કિસના આરોપ બાદ વિવાદ ઊભો થયો છે. સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ફક્ત એક મહિલા વિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા જોવા મળ્યું નથી. તેનાથી ખબર પડે છે કે તેઓ મહિલાઓ વિશે શું વિચારે છે, આ અભદ્ર વર્તન છે. 


સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ 


રાહુલ ગાંધીની કથિત  ફ્લાઈંગ કિસ મામલે  NDAના કેટલાક મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને ફ્લાઈંગ કિસ આપવાનો ઈશારો કર્યો હતો. આવા આરોપો લાગ્યા બાદ મહિલા સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું હતું. સાંસદ શોભા કરંદલાજે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકરને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયે રાહુલ ગાંધીએ તેમના અને અન્ય મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો. તેમણે સ્પિકરને ફરિયાદ કરીને માંગણી કરી છે કે સીસીટીવી ફૂટેજ કઢાવો અને ત્યાર બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તેમણે માત્ર મહિલાઓનું અપમાન જ નહીં પરંતુ સદનની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.