બિહારના પટનામાં વિપક્ષ એકતા બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાગ લેવા અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકને લઈ ભાજપે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કર્યો છે. અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જનસભા દરમિયાન તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ કર્યો કટાક્ષ
લોકસભાની ચૂંટણી પહેલા બિહારના પટના ખાતે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકતા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 15 જેટલા રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા આ વાતને લઈ કટાક્ષ કરવામાં આવ્યો છે. આ મામલે પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી હતી તે બાદ અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. બેઠકને લઈ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું કોંગ્રેસના આભાર માનું છું કે તેમણે જાહેર કરી દીધું કે તે પીએમ મોદીને એકલા હરાવવા માટે સક્ષમ નથી. તેમને આ કરવા માટે બીજાના સહારાની જરૂરત છે.
"Photo session in Patna...": Amit Shah's jibe at Oppn meeting, says Modi will return as PM with over 300 seats in 2024
— ANI Digital (@ani_digital) June 23, 2023
Read @ANI Story | https://t.co/tFfXkj6Jf7#AmitShah #OppositionMeeting #PMModi #LokSabhaPolls pic.twitter.com/n57tvYGXrN
પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે - અમિત શાહ
જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અમિત શાહે પણ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. બધા વિપક્ષના નેતાઓ એક મંચ પર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભાજપ તેમજ મોદીજીને પડકાર આપીશું. વિપક્ષને કહેવા માંગુ છું કે જેટલા પણ હાથ મલાવી દો, તમે લોકો એક સાથે નહીં આવી શકે. અને જો સાથે આવી પણ ગયા તો 2024માં મોદીજીની 300થી વધારે સીટો આવવાની ફાઈનલ છે. તે સિવાય અમિત શાહ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે રાહુલ ગાંધી પટના પહોંચે તે પહેલા દેવદાસ સાથે તેમને સરખાવવામાં આવ્યા હોય તેવા પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા.