Surat મનપાની ઘોર બેદરકારી! 15 કરોડના JCB ખરીદ્યા બાદ ખબર પડી કે ચલાવવાવાળા ડ્રાઈવર તો અમારી પાસે છે જ નહીં, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-16 13:53:49

ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં વસ્તુની ખરીદી તો કરી લેવામાં આવતી હોય છે પરંતુ તે પછી તે વસ્તુઓ પછી ધૂળ ખાતી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાથી ફરિયાદ આવી છે કે અહીં મનપા તરફથી 23 જેટલી જેસીબી ખરીદવામાં આવી હતી પણ હજુ પણ આ 15 કરોડના નવા જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આવી ટ્વિટ દિનેશ કાછડિયાએ કરી છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે. 

કરોડો રૂપિયાના જેસીબી ખાઈ રહ્યા છે ધૂળ 

મહિના પહેલા જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેસીબીની આરટીઓ કામગીરી કરવામાં આવી રહી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધુ બરોબર હોવા છતા પણ કરોડો રૂપિયાના જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સામે એવું આવી રહ્યું છે કે સુરત મનપા પાસે જેસીબી ચલાવવા માટે કુશળ ડ્રાઈવર નથી. સવાલ અહીં એ થાય છે કે જો સુરત મનપા પાસે ડ્રાઈવર ન હતા, તો પછી જેસીબી ખરીદવા શા માટે આવ્યા, વર્ષ પહેલા લેવામાં આવેલા જેસીબી સુરત મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ડ્રાઈવર નથી તો કેમ ખરીદ્યા આટલા જેસીબી?  

સુરત મહાનગરપાલિકા તરફથી 7 નાના રોલર જેસીબી અને 4 હેવી લોડર જેસીબીની ખરીદી કરવામાં આવી છે પણ હજુય આટલો સમય થઈ ગયો હોવા છતાં જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે આ વસ્તુઓ કોઈ વેચી ખાશે તો જવાબદારી કોની રહેશે? શા માટે જેસીબી ખરીદવામાં આવી જો ચલાવવા માટે ડ્રાઈવર જ ન હતા, સવાલો ઘણા બધા છે આ બધુ લીધું એનાથી કોઈને વાંધો ન હોય પણ લેવા માટે જે જલ્દી કરવામાં આવી હતી. 

સુરતના મેયરે આવ્યું આ નિવેદન!

જ્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો અને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તેમનો જવાબ હતો કે હું વિગતો મેળવી લઉં પછી જવાબ આપું. તેની સામે સુરત વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...