સરકારની સ્માર્ટફોન કંપનીઓને ચેતવણી, 3 મહિનામાં 5G અપડેટ આપો નહીં તો પરિણામ ભોગવવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:23:38

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમાં વિલંબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે 5G સેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસ કરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 3 મહિનાની અંદર તમામ 5G સ્માર્ટફોનમાં જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપે, નહીં તો ટેલિકોમ કંપનીઓને પરિણામ ભોગવવું પડી શકે છે.


5G સોફ્ટવેર અપડેટમાં વિલંબ


તમને ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન કંપનીઓ છેલ્લા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વેચાણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 5G સ્માર્ટફોન ગ્રાહકોને અપેક્ષા હતી કે ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવાથી, તેઓ પહેલા 5G સેવાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. જ્યાં ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. પરંતુ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.



ડિસેમ્બર સુધી તમામ સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ


ભારતમાં લગભગ 750 મિલિયન (75 કરોડ) મોબાઈલ ફોન યુઝર્સ છે. આમાંથી લગભગ 100 મિલિયન (10 કરોડ) યુઝર્સ પાસે 5G ફ્યુચર રેડી સ્માર્ટફોન છે. પરંતુ 350 (33 કરોડ) મિલિયનથી વધુ વપરાશકર્તાઓ માત્ર 3G અને 4G કમ્પેટિબલ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?