ગુજરાતમાં ફરીવાર SMA-1 નામની બીમારીએ માસુમનો જીવ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 19:25:32

ગુજરાતમાં ફરી એકવાર આ રોગે લીધો માસુમનો જીવ 

કહેવાય છે કે ઈશ્વરની મરજી સામે કોઈનું નથી ચાલતું. વાત પણ સાચી છે, પરંતુ જયારે એ માતા-પિતા કે જે પોતાના વ્હાલસોયા બાળકને પોતાની નજર સામે મોતના મુખમાં જતા રોકવાના તમામ પ્રયત્ન કર્યા બાદ પણ બચાવી નથી શકતા ત્યારે ખરેખર હ્રદય દ્રવી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના દૈવિક સોનીને SMA-1 નામની ગંભીર બીમારીથી નિધન થયું હતું. આ બીમારી અતિદુર્લભ છે જે દર 10 હાજર બાળકમાંથી એકમાં જોવા મળે છે. જેનો ઈલાજ અમરિકામાં જ ઉપલબ્ધ છે, સારવાર માટે દર્દીના પરિવારને 16 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હોય છે.


અનેક લોકો એ કરી મદદ છતાં....

અરવલ્લીના મોડાસાના દૈવિક સોનીના પિતા દેવાંગ સોની સોનીકામ કરી પોતાનું ઘર ચલાવે છે. જયારે પરિવારને ખબર પડી કે એમના ત્રણ માસના દૈવિકને SMA-1 (સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી) નામની ગંભીર બીમારી છે જેની સારવારની કિંમત 16 કરોડ છે, ત્યારે પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં પરિવારે હારન માનતા પોતાના કાળજાના કટકાને બચાવા ફંડ જમા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અનેક લોકોએ તેમને મદદ કરી હતી પરંતુ 16 કરોડ જેવી મોટી રકમ ભેગી કરવામાં સમય લાગતો હોય છે અને દૈવિક પાસે સમય ઓછો હતો અંતે પરિવારને પોતાના બાળકને ગુમાવાનો વારો આવ્યો હતો.  


જાણો SMA-1 બીમારી અને તેનાથી બચવાનો ઉપાય


SMA-1 ચેતા કોષોના નુકશાનને કારણે થાય છે. જેને મોટર ન્યુરોન્સ કહેવાય છે. જે શરીરના અંગોની હલનચલન નિયંત્રિત કરે છે. આ બીમારીથી સ્પાઈનલ પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે જેથી  બાળક હલનચલન નથી કરી શકતું. સાથે જ બાળકને શ્વાશ લેવામાં પણ મુશ્કેલી પડે છે. આ બીમારી જિનેટિક એટલે કે વારસાગત છે એટલે જો બાળકના જન્મ પેલાજ જો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો બાળકને બચાવી શકાય છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.