મતદાનમાં દેખાઈ નિરસતા? Gujaratમાં 11 વાગ્યા સુધી થયું માત્ર 24.35 મતદાન? Jamnagar, Bharuchમાં નોંધાયું આટલા ટકા મતદાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 12:18:47

મતદાન શરૂ થયે અંદાજીત પાંચ કલાક જેટલો સમય વીતિ ગયો છે.. ગુજરાતીઓમાં જાણે મતદાન કરવા માટેનો ઉત્સાહ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે...! 11 વાગ્યા સુધીના ડેટા જે સામે આવ્યા છે તે જોતા આવું કહી રહ્યા છીએ.. 11 વાગ્યા સુધી 24.35 મતદાન થયું છે.. ના માત્ર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો માટે પૂટા ચૂંટણી પણ થઈ રહી છે.. લોકસભા સીટમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે... જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..



11 વાગ્યા સુધી આ જગ્યાઓ પર થયું આટલું મતદાન

11 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 23.22 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 30.27 ટકા, પાટણમાં 23.53 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 24.82 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન, ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 21.15 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 22.76 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 24.56 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 19.87 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 20.85 ટકા મતદાન, જૂનાગઢમાં 23.32 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 21.89 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 22.33 ટકા મતદાન થયું છે. આણંદમાં 26.88 ટકા મતદાન થયું છે. ખેડામાં 23.76 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 23.28 ટકા મતદાન થયું છે. દાહોદમાં 26.38 ટકા મતદાન થયું છે. વડોદરામાં 20.77 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 27.52 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 27.77 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 23.25 ટકા મતદાન થયું છે. વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે...    



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...