ગઈકાલે મહારાષ્ટ્રના પુણેમાં કલેક્ટર કચેરીની બહાર પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા હતા. પુણે શહેરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોનું સમૂહ ભેગું થયું હતું. તાજેતરમાં જ ચાલી રહેલી ઈડી, સીબીઆઈ અને પોલીસની રેડ મામલે તેઓ ભેગા થયા હતા. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના આઉટફિટના કારણે તેમના પર રેડ કરવામાં આવી હતી. આજે સવારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી.
પાકિસ્તાન ઝીંદાબાદ, પાકિસ્તાન ઝીંદાબાદ
આજે સવારે જ્યારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી ત્યારે તેમણે ભારત વીરોધી નારા લગાવ્યા હતા. પોલીસની વાનમાં તેમણે પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકો પોલીસ વાનમાં પૂરાયેલા છે અને જોરજોરથી નારા લગાવી રહ્યા છે.
શું છે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા?
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના વર્ષ 2006માં કેરળમાં થઈ હતી. કર્ણાટકનું કર્ણાટક ફોરમ ઓફ ડિગ્નિટી પાર્ટી અને તમિલનાડુનું મનિથા નીતી પ્રસરાઈ પાર્ટી તેમાં જોડાઈ હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે કે ભારતમાં ઈસ્લામિક પોલિટિકલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવી. ભારતના હિંદુત્વને કાઉન્ટર કરવા અને મુસ્લીમ લઘુમતિને રાજકીય માહોલ આપવો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે.